જૂનાગઢ બી ડિવિઝન પોલીસ મથકમાં 112 વાહનોની હરરાજી કરાઈ

2.90 લાખની અપસેટ કિંમત સામે હરરાજીમાં 8.26 લાખ ઉપજ્યા

જૂનાગઢ : જૂનાગઢ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં લાંબા સમયથી ગુન્હાના કામે કબ્જે કરાયેલ તેમજ બિન વારસુ મળી આવેલા 112 વાહનોની હરરાજી કરવામાં આવતા પોલીસ વિભાગને 2.90 લાખની અપસેટ કિંમત સામે 8.26 લાખ રૂપિયા હરરાજીમાં ઉપજ્યા હતા.

આજરોજ રાજ્ય સરકારની સૂચના મુજબ જૂનાગઢ સિટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે ગુન્હાના કામે ઉપયોગમાં લેવાયેલ જપ્ત કરાયેલા વાહનો તેમજ બિન વારસુ વાહનોની હરરાજી કરવામાં આવી હતી. વાહન હરરાજી અંગે નાયબ પોલીસ અધિક્ષક આર.વી.ડામોરે વિગતો આપતા જણાવ્યું હતું કે, કુલ 112 વાહનો 2,90,200ની અપસેટ કિંમત સાથે હરરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ટોકન નંબર 48ના વેપારીએ 8.26 લાખની સૌથી ઉંચી બોલી વાહનો ખરીદ કર્યા હતા.