તું જુનાગઢ શું કામ આવ્યો ? કહી ફ્રુટની લારીના ધારક ઉપર હુમલો

જૂનાગઢના બસ સ્ટેન્ડ સામે પ્રિઝમ કોમ્પ્લેક્ષ, પટેલ પાન પાસે મારામારીના બનાવમાં ચાર સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢના બસ સ્ટેન્ડ સામે પ્રિઝમ કોમ્પ્લેક્ષ, પટેલ પાન પાસે ફ્રુટની.લારી રાખી ધંધો કરતા ફ્રુટની લારીના ધારકને તું જુનાગઢ શું કામ આવ્યો ? કહી ચાર શખ્સોએ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે .

જૂનાગઢ બી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી તાહીરશા ઇબ્રાહીમશા રફાઇ (રહે સદર બજાર ફુલ છાપ ચોક શેરી નં.-૩ જુમ્મા મસ્જીદની બાજુમા રાજકોટ)એ આરોપીઓ એજાજશા ઇસ્માપલશા રફાઇ, સાહિલ ઇકબાલ શેખ, અજુમશા ઇસ્માપલશા રફાઇ (રહે. બધા જુનાગઢ) તથા એક અજાણ્યો માણસ સામે ફરિયાદ નોંધાવી હતી કે, એક આરોપીએ ફરિયાદીને જુનાગઢ શું કામ આવેલ છે તેમ કહી ફરિયાદી સાથે બોલાચાલી કરી જેમ ફાવે તેમ ગાળો કાઢી ફરિયાદીને ફ્રુટની લારીમાથી છરી લઇ છરીનો પાછળનો મુઢીયાનો ભાગ કપાળ ઉપર મારી તથા અન્ય આરોપીઓએ ફરિયાદીને ધોકા વડે પગમા જેમ ફાવે તેમ માર મારી અને ફરિયાદીને પગમા લાકડી મારી તથા ઢીકાપાટુનો માર માર્યો હતો.