લોકઅપમાં રહેલા આરોપીઓને ઘરનુ ટીફીન ખવડાવવા માટે સગાઓએ પોલીસ સ્ટેશન માથે લીધું

વંથલી પોલીસ સ્ટેશનમા આરોપીઓના બે સગાઓએ આરોપીઓના માથા ભટકાડી કોર્ટમાં ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી

જૂનાગઢ : વંથલી પોલીસ સ્ટેશનના લોકઅપમાં રહેલા આરોપીઓને ઘરનુ ટીફીન ખવડાવવા માટે આરોપીઓના સગાઓએ પોલીસ સ્ટેશન માથે લીધું હતું અને આરોપીઓના બે સગાઓએ આરોપીઓના માથા ભટકાડી કોર્ટમાં ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી હતી. પોલીસે આ બન્ને સામે ફરજમાં રૂકાવટનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વંથલી પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. શિલ્પાબેન મનુભાઈએ આરોપીઓ મુકેશભાઈ ચૈાહાણ, પ્રવિણભાઈ ચૌહાણ (રહે. બંને ગાંઠીલા તા.વંથલી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, વંથલી પોલીસ સ્ટેશનના પી.એસ.ઓ.ના ટેબલ પાસે ગત તા.૧૭ના રોજ આરોપીઓએ આવી પીએસઓ સાથે લોકઅપમાં રહેલા આરોપીઓને ઘરનુ ટીફીન ખવડાવવા બાબતે બોલાચાલી કરી લોકઅપમાં રહેલા પાંચેય આરોપીઓને લોકઅપમાં માથા ભટકાડી પોલીસ વિરૂધ્ધ કોર્ટમાં રજુ કરે ત્યારે કોર્ટમાં ફરીયાદ કરવાનુ કહી ધમકી આપી, ઉશ્કેરણી કરી અમારી પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી.