કાર ચાલકે ડબલસવાર બાઇકને હડફેટે લેતા એકનું મોત

કેશોદના કોયલાણા સોંદરડા ગામ વચ્ચે સર્જાયો અકસ્માત

જૂનાગઢ : કેશોદના કોયલાણા સોંદરડા ગામ વચ્ચે ટ્રેકટરની એજન્સી સામે હાઇવે ઉપર ગઈકાલે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે ડબલસવાર બાઇકને હડફેટે લેતા એકનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રવિભાઇ ધીરૂભાઈ ચાંડપા (ઉ.વ.૨૧, રહે. ડારી, જુનો વાસ, તા.વેરાવળ, જિ.ગીર સોમનાથ)એ આરોપી ફોર વ્હીલ ફોરચ્યુન નં. GJ11BH7593 ના ચાલક ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી તથા સાહેદ જેઠાભાઈ કાનાભાઈ ચાંડપા રહે. ડારી વાળાની મોટર સાયકલ સીડી ડીલકસ નં. GJ11PP-6956ની લઇને રાજકોટ જતા હતા.તે દરમ્યાન કેશોદના કોયલાણા સોંદરડા ગામ વચ્ચે ટ્રેકટરની એજન્સી સામે હાઇવે ઉપર ગઈકાલે ફોર વ્હીલ ફોરચ્યુન નં. GJ11BH-7593 ના ચાલક ડ્રાઈવરે પાછળથી આવી મોટર સાયકલને પાછળથી ઠોકર મારી ફરીયાદીને તથા સાહેદને મોટર સાયકલ ઉપરથી રોડ ઉપર હડફેટે લઇ પછાડી દઇ શરીરે ગંભીર ઇજાઓ કરતા સાહેદ જેઠાભાઈ કાનાભાઈ ચાંડપા રહે. ડારી વાળાનુ મોત નિપજયુ હતું.