જૂનાગઢમાં ગિરનાર, દાતાર પર્વત સહીત ઠેર-ઠેર હોલિકાદહન

જૂનાગઢ : જૂનાગઢ પંથકમાં ગિરનાર પર્વત, દાતાર પર્વત સહીત ઠેર-ઠેર હોલિકાદહન કરી હોળીના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

હોળીના તહેવાર નિમિત્તે જૂનાગઢના ગિરનાર અને દાતાર પર્વત પર હોલીકા દહન કરવામાં આવ્યું હતું. દર વર્ષની માફક અંબાજી મંદિર નજીક હોલિકાદહન કરવામાં આવ્યું હતું. ગિરનાર પર્વત પર હોલિકા દહન થયા બાદ સમગ્ર જૂનાગઢમાં અનેક સ્થળો પર હોલિકાદહન કરવામાં આવે છે. તેમજ યાત્રિકો અને સ્થાનિકો દ્વારા હોલિકાના દર્શન અને પૂજન કરવામાં આવ્યા હતા.

વધુમાં, આ વખતે જૂનાગઢ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં ૫૧,૦૦૦ છાણની હોળી તૈયાર કરવામાં આવી અને હોલીકાદહન કરવામાં આવ્યું હતું તેમજ જૂનાગઢ શહેરના મુખ્ય વિસ્તાર અને શેરી ગલીઓમાં પણ હોલિકાદહનનો કાર્યક્રમ યોજાયો હતો. શહેરમાં વણઝારી ચોક, દિવાન ચોક, ગાંધીગ્રામ વિસ્તાર, ઝાંઝરડા રોડ, મધુરમ સહિતના વિસ્તારોમાં હોલિકાદહન થયું હતું. આમ, જૂનાગઢ શહેરમાં ધૂમધામથી હોળીનો પર્વ ઉજવવામાં આવ્યો હતો.