કામકાજના બોજથી કંટાળી યુવકે ગળેફાંસો ખાઈ જીવ દીધો

જૂનાગઢના હર્ષદનગર તયબા મસ્જીદની બાજુમાં મારૂતિનગર ડિમ્પલ પાર્ક વિસ્તારની ઘટનાથી પરિવારમાં અરેરાટી

જૂનાગઢ : જૂનાગઢના હર્ષદનગર તયબા મસ્જીદની બાજુમાં મારૂતિનગર ડિમ્પલ પાર્ક વિસ્તારમાં રહેતા યુવકે કામકાજના બોજથી કંટાળી ગળેફાંસો ખાઈ જીવ દીધો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. યુવકના આત્મઘાતી પગલાંથી તેના પરિવાર ઉપર દુઃખનું આભ તૂટી પડ્યું હતું.

જુનાગઢ તાલુકા પોલીસ મથકેથી આ કરુણ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રાજુભાઇ સદરૂભાઇ પેથાણી (ઉ.વ.૩૯ રહે. હર્ષદનગર તયબા મસ્જીદની બાજુમાં મારૂતિનગર ડિમ્પલ પાર્ક જુનાગઢ) નામના યુવકે ગઈકાલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને મોતની સોડ તાણી લીધી હતી. આ બનાવ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકે કામકાજના બોજથી કંટાળી જઇ પોતે પોતાની મેળે પોતાના ઘરે રૂમમાં છતમાં રહેલ હુંકમાં સાળી બાંધી સાડી વાટે ગળેફાસો ખાઇને આપઘાત કરી લીધો હતો. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.