ધુળેટીમાં રંગોને બદલે જુગટું ખેલવું ભારે પડ્યું, 22 પતાપ્રેમી ઝડપાયા

જૂનાગઢ જિલ્લામાં ધુળેટીની આડમાં જુગાર રમતા પતાપ્રેમીઓ ઉપર પોલીસે ઉતારી તવાઈ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં ધુળેટીની આડમાં જુગાર રમતા પતાપ્રેમીઓ ઉપર પોલીસે તવાઈ ઉતારીને ત્રણ જગ્યાએ જુગારના દરોડા પાડ્યા હતા.આથી ધુળેટીમાં રંગોને બદલે જુગટું ખેલવું ભારે પડ્યું હતું અને પોલીસે 22 પતાપ્રેમીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રથમ દરોડામાં કેશોદ પોલીસે ગઈકાલે ધુળેટીના રંગપુરથી ગાંગેચા જતા રોડ ઉપર ચોકડી પાસે જંગલ ખાતાની ઝુપડી નજીક જાહેરમાં હાથબતીના અજવાળે ગંજીપતાના પાના પૈસા વડે તીનપત્તીનો જુગાર રમતા આરોપીઓ ગીરીશભાઇ ભગવાનજીભાઇ ઘોડાસરા, અમ્રુતલાલ ધરમશીભાઇ ભાલોડીયા, ભાવેશભાઇ ડાયાભાઇ કણસાગરા, કાંન્તીલાલ ભગવાનજીભાઇ ભલાણી, મેઘાભાઇ ભીખાભાઇ પારેડીને રોકડા રૂપીયા ૨૧,૬૪૦ તથા મોબાઇલ ફોન નંગ ૫ કી.રૂ ૧૩,૫૦૦ તથા નાની હાથબતી કી.રૂ ૫૦ મળી કુલ કી.રૂ ૩૫,૧૯૦ ના જુગારના સાહીત્ય સાથે ઝડપી લીધા હતા.

બીજા દરોડામાં વંથલી પોલીસે સાતલપુર ગામે બસ સ્ટેશનની બાજુમાં આંગણવાડી પાણીની ટાંકીની બાજુમાં જમણી બાજુએ જાહેરમાં હારજીતનો તીનપતીનો જુગાર રમતા આરોપીઓ દિનેશભાઈ વિરાભાઈ વાણવી, સુનીલભાઈ મુળજીભાઈ વાણવી, રમેશભાઈ દાનાભાઈ વાણવી, માધાભાઈ કનાભાઈ વાણવી, હરસુખભાઈ નારણભાઈ વાણવી, નાનજીભાઈ નાથાભાઈ પરમારને રોકડા રૂ, ૨૭૧૦ સાથે ઝડપી લીધા હતા.

ત્રીજા દરોડામાં માંગરોળ મરીન પોલીસે રહીજ ગામે ગૌશાળા પાછળ વડલા નીચે જાહેરમા ગંજીપતાના પાના પૈસા વડે તીનપત્તીનો જુગાર રમતા આરોપીઓ જશુભા કેશુભા ચુડાસમા, વનરાજસિંહ હેમુભા ચુડાસમા, વનરાજસિંહ કલુભા ચુડાસમા, મહીપતસિંહ ઘેલુભા ચુડાસમા, જયપાલસિંહ ઉદયસિંહ ચુડાસમા, વીરાભાઇ જગમલભાઇ રામ, કારાભાઇ કરશનભાઇ સોલંકી, અરશીભાઇ ભીમાભાઇ રામ, કાનાભાઇ મેરામણભાઇ સોલંકી, અનિરૂધ્ધસિંહ હદેસંગ ચુડાસમા, રઘુવીરસિંહ ભાવસંગજી ચુડાસમા, શિવુભા કેશુભા ચુડાસમાને કુલ રોકડ રૂા.૨૯,૫૫૦ સાથે ઝડપી લીધા હતા.