ઘરની સામસામે બકરાઓ બાંધવા મામલે પાડોશીઓ બાખડયા

જુનાગઢ રોડ માર્કટિગ યાડૅની સામે કેશોદ પાસે બનેલા બનાવમાં યુવકે બે પાડોશીઓ સામે માર માર્યાની ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : જુનાગઢ રોડ માર્કટિગ યાડૅની સામે કેશોદ પાસે ઘરની સામસામે બકરાઓ બાંધવા મામલે પાડોશીઓ બાખડયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં યુવકે બે પાડોશીઓ સામે માર માર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર અજય ઉર્ફે વિજય મનસુખભાઇ વાઘેલા (ઉ.વ ૨૯ રહે. હાલ જુનાગઢ રોડ માર્કટિગ યાડૅની સામે કેશોદ) એ આરોપીઓ રમેશભાઇ ભીખાભાઇ વાઘેલા, હકાભાઇ ભીખાભાઇ વાઘેલા (રહે.જુનાગઢ રોડ માર્કેટીંગ યાડૅની સામે કેશોદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના તથા આરોપીના બકરા સામ સામે બાંધેલા હોય જે બાબતનુ મન દુખ રાખી આરોપીએ ફરીયાદીને કપાળના ભાગે તથા જમણા હાથમાં ખંભાથી નીભેના ભાગે તથા કમરે તથા સાહેદ રોહીતને કપાળના ભાગે પાવડાના ઘા મારી તથા સાહેદ ફરીયાદીની પત્ની દીપીકાને જમણા પગના ઢીચણથી નીચેના ભાગે લાકડી નો ઘા મારીને સાહેદ તથા ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી સાહેદ તથા ફરીયાદીને મુંઢ તથા લોહી કાઢી ઇજાઓ કરી બન્ને આરોપીઓએ જાહેરમા ગાળો આપી જાનથી મારી નાખવાન ધમકી આપી હતી.