જુના મનદુઃખનો ખાર રાખી યુવાન ઉપર હુમલો

જૂનાગઢના ધારાગઢ રોડ ઉપર આવેલ દુકાન પાસે મારામારીના બનાવની એક સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢના ધારાગઢ રોડ ઉપર આવેલ દુકાન પાસે જુના મનદુઃખનો ખાર રાખી યુવાન ઉપર હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. જેના યુવકે એક શખ્સ સામે માર માર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી અરબાઝ્શા ઉર્ફે દેગડી ઇસ્માઇલશા રફાઇ (ઉ.વ.૨૦ રહે.ધારાગઢ દરવાજા ખાપરા કોઢિયા નજિક સુખનાથ ચોક જુનગઢ) એ આરોપી સાહિલશા ઈબ્રાહીમશા રફાઈ સામે ફરિયાદ નોંધાવો હતી કે, ફરીયાદીને આરોપીએ ફરીયાદીની બેન સાથેના બનાવનો ખાર રાખી ફરીયાદીને આરોપી સાહિલે લાકડાના ધોકાથી આડેધડ માર મારવા લાગેલ જેમાં ફરી.ને જમણાં હાથમાં તથા ડાબી આંખ ઉપર તથા નેણ ઉપર ધોકો મારી દીધેલ અને જેમ ફાવે તેમ ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.