ધૂમ સ્ટાઇલમાં અવારાતત્વોએ રંગો ઉડાડી મહિલાની કરી છેડતી

જૂનાગઢના રાયજીબાગની શેરીમાં ધુળેટીના પર્વની આડમાં અજાણ્યા ચારથી પાંચ શખ્શો છાકટા બનીને હીન કૃત્ય આચર્યું

જૂનાગઢ : જૂનાગઢના રાયજીબાગની શેરીમાં જાહેરમાં ગઈકાલે ધુળેટીના પર્વની આડમાં અજાણ્યા ચારથી પાંચ શખ્શો છાકટા બની ધૂમ સ્ટાઇલ બાઇકમાં આવી મહિલા ઉપર બળજબરીથી રંગો ઊંડાડીને છેડતી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. ધુળેટી પર્વની આડમાં આવારાતત્વોએ આવું હીન કૃત્ય આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ સી ડીવીજન પોલીસ મથકેથી પ્રાપ્ત આ બનાવની વિગતો મુજબ જૂનાગઢના રાયજીબાગ વિસ્તારમાં રહેતી એક મહિલાએ ચાર મોટર સાઇકલમાં આવેલ અજાણ્યા ચારથી પાંચ પુરૂષ ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી બહેન હોળીના તેહવાર સબબ જલારામ સોસાયટીમાં કલરથી હોળી રમી અને એકટીવા મોટર સાઇકલ લઇ પોતાના ઘરે જતા હોય દરમ્યાન રાયજીબાગ સોસાયટીની બીજી- ત્રીજી શેરીમાં પોહંચતા સામેથી એક મોટર સાઇકલવાળાએ તેમનો રસ્તો રોકી તેમના ઉપર કલર ઉડાળી અને તે દરમ્યાન અન્ય ત્રણ મોટર સાઇકલમાં અન્ય પુરષ ઇસમો આવી જઇ જે ચારથી પાંચ જણાએ ફરીયાદીની ઇચ્છા વિરૂધ્ધ તેમના ઉપર કલર ઉડાડી અને ફરીયાદીએ કલર ઉડાળવાની ના પાડવા છતા પણ તેના શરીરે હાથ વડે કલર લગાડવાના બહાને અવાર નવાર સ્પર્શ કરી અને જેમાંથી એક જાડા જેવા છોકરાએ કલર લગાડવાના બહાને ફરીયાદીની છેડતી કરી હતી.