મેંદરડામાં લાયન શો ના આરોપીનો આપઘાત, પરિવાર દ્વારા લાશ સ્વીકારવાનો ઇન્કાર

ન્યાય ન મળે ત્યાં સુધી લાશ નહિ સ્વીકારવાની મૃતકના પરિવારજનોએ ચીમકી આપતા પોલીસમાં દોડધામ મચી

જૂનાગઢ : મેંદરડા તાલુકાના ડેડકીયાળી ગામે ગેરકાયદે સિંહ દર્શન પ્રકરણમાં પેરોલ પર આવેલ આરોપીએ આજે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી. આ બનાવને પગલે મૃતકના પરિવારજનોએ જ્યાં સુધી જવાબદારો સામે કડક કાર્યવાહી ન થાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દેતા પોલીસમાં દોડધામ મચી ગઇ છે.

મેંદરડા તાલુકાના ડેડકડી ગામે થોડા દિવસ પહેલા ગેરકાયદે સિંહ દર્શનનો વીડિયો વાયરલ થયો હતો.જેને લઈને તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. જેમાં ૬ આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. આ આરોપીઓ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા બાદ

પેરોલ પર આવેલા લાલજીભાઈ દાનાભાઈ જખીયા નામના યુવકે આત્મહત્યા કરી લીધી હતી. આથી મૃતકના પરિવારજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.

આ મામલે મૃતકના પરિવાર દ્વારા જણાવ્યું હતું, કે દિનેશભાઈ જોશીના ફાર્મ હાઉસ પર ગેરકાયદેસર લાઈન શો કરવામાં આવ્યો હતો.જેમાં આર.એફ.ઓ . અશોક અમીન કહેવામાં આવ્યું હતું કે ,મને જોષીભાઈ પાસે મે પૈસા લીધા છે અને તેને ૧૦ વરસની જેલ પડશે, આવી ધમકીઓ આવવાથી લાલજીભાઈએ આજે સુસાઇડ કરી લીધું હોવાનું તેમની પત્ની રેખાબેન જણાવ્યું હતું કે

વધુમાં ફંડનું સંચાલન પોલીસકર્મીની કરતો વિડીયો કોલ કરીને બીજાને બોલાવેલ

આજે મેંદરડા સરકારી દવાખાનને મૃતદેહને લઈ આવ્યા હતા અને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.આ તકે મૃતક લાલજીભાઈના પત્ની રેખાબેને જણાવ્યું હતું કે, તેમને યોગ્ય ન્યાય મળવો જોઈએ અને મેંદરડા સરકારી દવાખાને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા

હાલ જ્યાં સુધી પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો ઇનકાર મેંદરડા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે