રસ્તા ઉપર રાહદારીઓના હાથમાંથી 3 મોબાઈલ ઝૂંટવી ગઠિયો ફરાર

જૂનાગઢની પીશોરી ફળીયા શેરીમાં બનેલી ઘટનાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢની પીશોરી ફળીયા શેરીમાં એક શખ્સ રાહદારીઓના હાથમાંથી 3 મોબાઈલ ઝૂંટવીને ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે આરોપી સામે નામજોગ ફરિયાદ દાખલ થતાં આરોપી પોલીસની હાથવેંતમાં હોવાની શક્યતા છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મુસ્તાકભાઇ ઇબ્રાહીમભાઇ જુણેજા (ઉ.વ.૩૩ રહે. પીશોરીવાડા શેરી નં.૨ ગેબનશા બાપુની દરગાહ પાસે સુખનાથ ચોક જુનાગઢ) એ આરોપી ફેજલ ઉર્ફે બાડો મુસાણી (રહે.શાલીમાર મેમણ કોલોની સુખનાથ ચોક જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૨ના રોજ પીશોરી ફળીયા શેરી નં.૨ જુનાગઢ ખાતે આરોપીએ ફરીયાદીનો રોડ ઉપરથી ફરીયાદીના હાથમાં રહેલ મોબાઇલ ફોન તથા ફોનના કવરમાં રહેલ રૂા.૯૦૦ આંચકી ઝુટવી ચોરી કરી લઇ જઇ તથા સાહેદ અકરમ સલીમભાઇ મોરીનો મોબાઇલ પણ આંચકી ઝુટવી ચોરી કરી લઇ જઇ તથા સાહેદ ફેજલે એહમદ મહમદ હુસેન બ્લોચ જે લીમવાલે સરકારના મુંજાવર છે તેનો મોબાઈલ ફોન પણ આંચકી જુટવી ચોરી કરી લઇ જઇ કુલ મોબાઇલ નંગ-૩ કી.રૂા.૩૫૦૦ તથા રોકડા રૂા.૯૦૦ મળી કુલ રૂા.૪,૪૦૦ ની નો મુદામાલ આંચકી ઝુટવી નાશી છૂટ્યો હતો.