વ્યસનમુક્તિનો સંદેશ આપવા જૂનાગઢમાં હોળી પર્વે નીકળે છે વાલમ બાપાની નનામી

ભીડભંજન વિસ્તારમાં વર્ષોથી થાય છે હોળીની અનોખી ઉજવણી

જૂનાગઢ : સંત, શુરાની ભૂમિ જૂનાગઢમાં દર વર્ષે હોલિકા દહનની સાથે યુવાધનને વ્યસનમુક્ત બનવાની પ્રેરણા આપવા વાલમબાપાની નનામી કાઢવાની પરંપરા આજે પણ જળવાયેલી છે. આજે પણ વાલમ બાપાની નનામી કાઢી મહિલાઓ અને પુરુષોએ વ્યસનમુક્ત બનવા સંદેશ આપ્યો હતો.

જૂનાગઢના ભીડભંજન વિસ્તારમાં ભીડભંજન મહાદેવ મંદિર ખાતે ડ્રા વર્ષે હોલિકા દહનની સાથે જ વાલમબાપાની નનામી એટલે કે ઠાઠડી કાઢવાની પરંપરા રહેલી છે. લોક વાયકા મુજબ વાલમબાપાને દારૂ અને સિગારેટ સહિતના વ્યસન હોવાથી તેમનું મૃત્યુ નિપજતા લોકો વ્યસન મુક્ત બને તે માટે વર્ષોથી સ્થાનિક લોકો દ્વારા રોકકળ સાથે વાલમ બાપાની નનામી કાઢવામાં આવે છે.