જૂનાગઢમાં બિન વારસુ મૃતદેહના વાલીવારસાની શોધખોળ આદરી

જૂનાગઢ : જૂનાગઢ મજેવડી દરવાજા,સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાંથી તા.૧૨-૩-૨૦૨૨ને ૮:૩૦ કલાકે ૬૦ વર્ષની ઉંમરના અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો છે. અજાણ્યા પુરૂષે સફેદ કલરની કાળા ટપકાવાળી ધોતી પહેરેલ છે. તેમજ છાતીમાં જમણી બાજુ ગુજરાતીમાં શોભના તથા અંગ્રેજીમાં D લખેલુ છે અને સાધુ જેવી સફેદ દાઢી છે. હાલ મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતેના કોલ્ડ રૂમમાં રાખેલ છે. આ મૃતદેહના વાલી વારસો મળે તો જૂનાગઢ પોલીસને સંપર્ક સાધવો. આ અંગે વધુ તપાસ એ ડિવિઝનના વી.આર.ચાવડા ચલાવી રહ્યા છે.