માંગરોળના દિવરાણામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે પત્તા ટીચતાં છ ઝડપાયા

જૂનાગઢ : શીલ પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે માંગરોળના દિવરાણા ગામે શંકર મંદીરના કમ્પાઉન્ડ પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપતાના પાના પૈસા વડે પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપીઓ રાજુભાઈ હરદાસભાઈ પાનસેરીયા, પરષોતમભાઈ ખીમજીભાઈ ગામી, સંજયભાઈ કુરજીભાઈ ગામી, ભીખુભાઈ વશરામભાઈ પટોડીયા, રાજેશભાઈ પોપટભાઈ પાનસેરીયા, દેવરાજભાઈ ઉર્ફે ભીખો દુદાભાઈ કયાડાને રોકડ રૂ.૨૨,૦૪૦ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.