ગડુ સરકારી હોસ્પીટલમાંથી સારવારના સાધનો અને લેપટોપની ચોરી

તસ્કરોએ હોસ્પિટલને પણ ન છોડી, ડોક્ટરે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં તરખાટ મચાવતા તસ્કરોએ હવે હોસ્પિટલને પણ છોડી ન હતી અને તસ્કરોએ ગડું ગામની સરકારી હોસ્પિટલને નિશાન બનાવી આ ગડુ સરકારી હોસ્પીટલમાંથી સારવારના સાધનો અને લેપટોપની ચોરી કરી ગયા હતા.

ચોરવાડ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગડુ ગામે સરકારી હોસ્પીટલ (PHC)માં નોકરી કરતા ડો.ભાવીશાબેન ખીમદાસભાઇ નીમાવત્ત (ઉ.વ.૪૦ રહે.વેરાવળ પ્રકાશ નગર શેરી નંબર-૪ તા.વેરાવળ જી.ગીરસોમનાથ) એ ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીનાં હવાલાની ગડુ સરકારી હોસ્પીટલ (પી.એચ.સી.) માં કોઇ અજાણ્યા આરોપીઓએ ગેરકાયદેસર પ્રવેશ કરી હોસ્પીટલની અંદર આવેલ રૂમોમાંથી હોસ્પીટલમાં રાખેલ માણસોની સારવારનાં જુદા જુદા સાધન સરંજામ તથા પર્સનલ લેપટોપ સહીત કુલ કિ.રૂ.૨૮,૧૦૦ નાં સાધનોની ચોરી કરી લઇ ગયા હતા.