સગાઈ તોડી નાખવા મુદ્દે બે પરિવારો વચ્ચે બબાલ

વંથલીમાં યુવતીના પરિવારજનોએ યુવકના પરિવારને માર મારી ધમકી આપી

જૂનાગઢ : વંથલીમાં સગાઈ તોડી નાખવા મુદ્દે બે પરિવારો વચ્ચે બબાલ થયા બાદ વાત મારામારી સુધી પહોંચતા આખરે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જેમાં યુવતીના પરિવારજનોએ યુવકના પરિવારને માર મારી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વંથલી પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી આમીર ઈકબાલભાઈ જેઠવા (ઉ.વ.૩૩ રહે. ઘાંચીવાડા, હેઠાણ ફળી વંથલી)એ આરોપીઓ ઈલીયાસ ઉર્ફે ભગત સાજીદભાઈ વાજા, પરવીનબેન સાજીદભાઈ વાજા, સીરાજ હારૂનભાઈ વાજા, વસીમ હારૂનભાઈ વાજા (રહે. તમામ વંથલી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના ભાઈ સલમાનની સગાઈ આરોપીઓ પક્ષનો યુવતી સાથે થયેલ તે સગાઈ તુટી જતા તે બાબતનુ મનદુખ રાખી આરોપીઓ ફરીયાદીની દુકાને આવી આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી ફરીયાદી તથા સાહેદોને ઝાપટો મારી સાહેદને નીચે પછાડી દઈ આરોપીઓએ ધમકી આપેલ કે, સલમાનની સગાઈ કેમ કરો છો તમને પતાવી દેવા છે, પોલીસ ફરીયાદ કરશો તો ગામ મુકાવી દઈશ તેમ ધમકી આપી હતી.