ભરણપોષણના કેસમાં આવકના બનાવટી દસ્તાવેજ રજૂ કરવા ભારે પડ્યા, પતિ સામે ગુન્હો દાખલ

વંથલીની મુખ્ય સિનીયર સીવીલ કોર્ટના રજીસ્ટ્રારે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : વંથલીની મુખ્ય સિનીયર સીવીલ કોર્ટ સમક્ષ ભરણપોષણના કેસમાં પતિને આવક ખોટા દસ્તાવેજો દર્શાવી બનાવટી દસ્તાવેજ આપીને ખોટી જુબાની આપવી ભારે પડી હતી. આ બનાવમાં પતિની પોલ ઉઘાડી થતા મુખ્ય સિનીયર સીવીલ કોર્ટના રજીસ્ટ્રારે તેની સામે ફરિયાદ નોંધાવી છે.

વંથલી પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મહેશભાઇ રવજીભાઇ કીડીયા (ઉ.વ. ૫૨ રજીસ્ટ્રાર કમ નાઝીર મુખ્ય સિનીયર સીવીલ કોટૅ વંથલી) એ આરોપી સબ્બીરભાઇ અહમદભાઇ ઉફે આમદભાઇ જફાઇ (ઉવ.૩૪ રહે.ઉના ઠે.કોટૅ વીસ્તાર ફકીર જમાત ખાના સામા ગુલીસ્તાન સ્કુલ પાછળ તા.ઉના જી.ગીરસોમનાથ) સામે ફરિયાદ નોંધાવી હતી. ભરણપોષણના કેસમાં આરોપી પોતે નોકરી કરતો હોય અને તેનો ઓફર લેટરમા રૂા ૨૦,૦૦૦ પગાર લખેલ હોવા છતાં તેમા ચેકચાક કરી રૂા૧૦,૦૦૦ લખી ખોટો દસ્તાવેજ બનાવી તેનો અસલ દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી કોટૅમા સોગંદ પર ખોટી જુબાની આપી તેના વીરુધ્ધ દાખલ થયેલ મુખ્ય સીનીયર સીવીલ કોટૅ વંથલીમા ફોજદારી પરચુરણ અરજી નં.૩૭/૨૦૨૧ના કામે બનાવટી ખોટો દસ્તાવેજ રજુ કરવા બદલ ગુન્હો નોંધવામાં આવ્યો છે.