માણાવદર અને વંથલીમાં વરલી મટકા તેમજ તિનપત્તિ રમતા ત્રણ ઝડપાયા

જૂનાગઢ : માણાવદર પોલીસે ગઈકાલે બાતમીના આધારે માણાવદર લક્ષ્મી ભેળવાળી ગલીમા આવેલ બાલમંદિરના ઓટલા પર ખુલ્લી જાહેર જગ્યામાં પૈસા તથા ગજીપતાના પાના વડે હારજીતનો જુગાર રમતા હિતેષભાઇ લખમણભાઇ મકવાણા, વિક્રમભાઇ મોહનભાઇ ઓડેદરાને કુલ રોકડ રૂપીયા ૪૪૦૦ સાથે ઝડપી લીધા હતા. તેમજ વંથલી પોલીસે શાપુર બંગલા પટ્ટ જાહેરમાં વરલી મટકાના અંકડાઓ લખી આંક ફરકનો પૈસાની હાર જીત કરી જુગાર રમતા આરોપી રમેશભાઇ ભુરાભાઇ જીંજવાડીયાને રોકડા રૂ.૧,૧૩૦ સાથે ઝડપી લીધો હતો.