જૂનાગઢ જિલ્લાની ૧૨૪૯ આંગણવાડીમાં સ્વસ્થ બાલક બાલિકા સ્પર્ધા યોજાશે

જિલ્લામાં ૦ થી ૬ વર્ષ ૭૧૨૩૧ બાળકોના વજન ઉંચાઇ કરાશે

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા પંચાયત હસ્તકની કુલ-૧૨૪૯ આંગણવાડીમા નોંધાયેલ તેમજ ના નોંધાયેલ ૦ થી ૬ વર્ષની વયજુથના અંદાજીત ૭૧૨૩૧ જેટલા બાળકોના વજન ઉંચાઈ કરવામા આવનાર છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્રવારા આગામી તા.૨૧/૦૩/૨૦૨૨ થી તા.૨૭/૦૩/૨૦૨૨ દરમિયાન આંગણવાડી કેન્દ્રો ખાતે ૦ થી ૬ વર્ષની વયજુથના બાળકોના વજન ઉંચાઈ માપવાના થતા હોય. જે અંતર્ગત સ્વસ્થ બાળક બાલિકા સ્પર્ધાનુ આયોજન કરવામા આવનાર છે.

આ કાર્યક્રમમા તા.૨૧/૦૩/૨૦૨૨ થી તા.૨૭/૦૩/૨૦૨૨ દરમિયાન પ્રમુખશ્રી જિલ્લા પંચાયત, ધારાસભ્યશ્રી, ઉપપ્રમુખશ્રી જિલ્લા પંચાયત જૂનાગઢ તેમજ અન્ય તમામ પદાધિકારીઓશ્રી પોતાના નજીકના વિસ્તારના આંગણવાડી કેન્દ્રો ખાતે હાજર રહેનાર હોય તેમજ વડાપ્રધાનશ્રીના સહી પોષણ દેશ રોશનના વિચારને ચરીતાર્થ કરવા માટે બાળકોમા આરોગ્ય અને પોષણની સ્થિતી સુધારવા સમુદાયની સહભાગિતા સાથે આ સ્પર્ધાનુ આયોજન થનાર છે.