હમણા કેમ ઊંચા-નીંચા થાવ છો કહી દંપતી ઉપર બેઝ બોલના ધોકાથી હુમલો

જૂનાગઢના ધરાનગર મચ્છીમાર્કેટ બાજુમાં મારામારીના બનાવમાં સામસામી ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢના ધરાનગર મચ્છીમાર્કેટ બાજુમાં હમણા કેમ ઊંચા-નીંચા થાવ છો કહી દંપતી ઉપર બેઝ બોલના ધોકાથી હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં ત્રણ શખ્સોએ જુના મનદુઃખનો ખાર રાખી દંપતી ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાયા બાદ સામાપક્ષે પણ પણ વળતી ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ધવલ રમેશભાઇ ડોડીયા (ઉ.વ.૨૭ રહે. આંબેડકરનગર એફ.એમ. ટાવર સામે લક્ષ્મી બેકરી વાળી શેરીમાં પાણીના ટાકા પાસે જુનાગઢ) એ આરોપીઓ વલીમહમદ નારેજા (રહે.ધરાનગર જુનાગઢ), તથા અજાણ્યા ત્રણ ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી તેમના ઘરેથી સવારના દશેક વાગ્યાના અરસામાં આંબેડકરનગર મચ્છીમાર્કેટમાં આશાપુરા પાન પાસે ગયા હતા.ત્યારે અગાઉના મનદુખનો ખાર રાખી એક આરોપી પોતાના બાઈક સાથે ઉભા હોય, ત્યાંથી ફરીયાદી પાસે આવી ફરીયાદીને હમણા કેમ ઉચા નીચો થાય છે. આજે તો તને પતાવી જ દેવો છે. તેમ કહી ઢીકાપાટુનો માર તથા જાપટ મારી હતી.

આ દરમ્યાન બીજા અજાણ્યા ત્રણ ઇસમો બે અલગ અલગ બાઈકમાં ફરીયાદી પાસે આવી તેઓએ પણ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી ઢીકા પાટુનો મારી આરોપીએ તથા બીજા ત્રણે અજાણ્યા ઇસમોએ ફરીયાદોને આરોપીના બાઈકમાં વચ્ચે બેસાડી ફરીયાદી આંબેડકરનગરમાં કબુતરીખાણ પાસે સ્મશાનની બાજુમાં લઇ જઇ બાઈકમાંથી નીચે ઉતારી પ્લાસ્ટીકના બે પાઇપ વડે ફરીયાદોને માથામાં, વાસામાં અને પગમાં આડેધડ માર મારી આરોપીએ તથા બીજા ત્રણ પૈકી એક અજાણ્યા ઇસમએ પડખામાંથી છરીઓ કાઢી ફરીયાદીને છરી બતાવી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી પોલીસ ફરીયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીને મુકી ત્રણેય બાઈક સાથે તમામ આરોપીઓ નાશી જઇ અને ફરીયાદોનો દીકરાએ ફરીયાદી પાસે દારુ પીવાના પૈસા માંગતા ફરીયાદીએ ના પાડતા ફરીયાદીને તથા ફરીની બેસ બોલના ધોકા વડે માથામા મુંઢ ઇજાઓ કરી તથા તેના પત્નીને જમણા પગમા મુંઢ ઇજા કરી જેમ ફાવે તેમ ગાળો આપી હતી.

જ્યારે સામાંપક્ષે જેબૂન વલીમામંદ નારેજા (ઉ.વ.૪૦, રહે.ધરાનગર કબુતરીખાણ તબેલાવાળી શેરી જુનાગઢ) એ આરોપીઓ, પલીયો પુંજાબાપા, ધવલ રમેશભાઈ (રહે. બન્ને કબુતરીખાણ ધરનાગર જુનાગઢ) સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીને આરોપીઓએ જેમ ફાવે તેમ ગાળો બોલી અને સાથે તલવાર અને પાઈપ રાખી ફરીયાદીના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.