કેશોદના કેવદ્રા ગામના ખેડૂતની બે દીકરીઓએ મેડિકલ ક્ષેત્રે સિદ્ધિ હાસિલ કરી

(કિશન વાળા) માળીયા હાટીના : કેશોદ તાલુકાના કેવદ્રા ગામના ખેડૂત પરિવારની બે પુત્રીઓએ મેડિકલક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ કરી ગામ તેમજ ખાણીયા પરિવારનું ગૌરવ વધાર્યું છે.

કેવદ્રા ગામના ખેડૂત જયંતીભાઈ મૂળજીભાઈ ખાણીયાની પુત્રી પિંકલ બેન જયંતીભાઈ ખાણીયા (M.B.B.S પ્રથમ ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયેલ, ઈન્ટરશિપ ચાલુ છે), અને અસ્મિતાબેન જયંતીભાઈ ખાણીયા જેઓ (B.A.M.S ફાઇનલ યર્સમા અભ્યાસ ચાલુ) મેડિકલ અભ્યાસ કરી રહી છે.જયંતીભાઈ દ્વારા સમાજ અને લોકોને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે દીકરો દીકરી એક સમાન રાખી આધુનિક યુગમાં શિક્ષણ એજ એકમાત્ર ઉપાય હોવાનું પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ બન્ને દીકરીઓએ સમગ્ર કેવદ્રા ગામ અને અનુસૂચિત જાતિ સમાજ કેવદ્રાનું ગૌરવ વધાર્યું છે. જેની સાચી સિદ્ધિ તેના માતા અને પિતાને મળે છે.ઘણા પછાત ગામડાઓની અંદર જુના લોકોમાં એવી માનસિકતા હોય છે કે દીકરીઓને ઉચ્ચ અભ્યાસ કરાવવો ન જોઈએ પરંતુ ગામડાઓની અંદરથી જ્યારે આવા ઉદાહરણો આપણી સામે આવે છે ત્યારે ખરેખર મેરા દેશ બદલ રહા હૈ એવું ચોક્કસપણે જણાઈ આવે છે.