જૂનાગઢ નજીક બે બાઈક વચ્ચેની ટક્કરમાં એક ઘાયલ

જૂનાગઢ : જૂનાગઢ નજીક બે બાઈક વચ્ચેની ટક્કરમાં એક વ્યક્તિ ઘાયલ થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે જીવરાજભાઇ સોલંકી (ઉ.વ ૪૫ રહે મુબારકબાગ જયશ્રી સીનેમાની પાછળ) એ અજાણ્યો ઇસમ મોસા ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૧૩ના રોજ મોતીબાગ H.P પેટ્રોલપંપ ની બાજુમા આવેલ S.B.I એ.ટી.એમ ની બાજુમા જૂનાગઢ પાસે ફરીયાદીના દિકરા તેના સાળાના દિકરાને પોતાની મોસા નંબર GJ 11 BL 3804 ની લઇ ને સ્કુલે મુકવા જતા હતા ત્યારે એક્ટીવા ગાડો નંબર GJ 06 FH 6356 ના ચાલકએ પોતાની એક્ટીવા પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી ફરીયાદીના દિકરાની મોસા સાથે ભટકાવી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.