જૂનાગઢ મનપા દ્વારા ટીબીના રોગના નાબુદીકરણ માટે માર્ગદર્શિકા જાહેર

ટીબીના રોગથી બચાવવા કેવી કેવી સાવચેતી લેવી, ટીબીના લક્ષણો તેમજ સારવાર અર્થે સૂચનો રજૂ કરાયા

જૂનાગઢ : જુનાગઢ મહાનગર પાલીકાની ટીબી વિભાગ દ્વારા શહેરીજનોની આરોગ્યલક્ષી સુખાકારી માટે અને વર્ષ:૨૦૨૫ સુધીમાં ટી.બી રોગ નાબુદીકરણ માટે કમીશનરના માર્ગદર્શન હેઠળ સીટી ટી.બી.ઓફિસર દ્વારા જરૂરી માર્ગદર્શન સાથે માર્ગશિકા જાહેર કરવામાં આવી છે. જેમાં ટીબીના રોગથી બચાવવા કેવી કેવી સાવચેતી લેવી, ટીબીના લક્ષણો તેમજ સારવાર અર્થે સૂચનો રજૂ કરાયા છે.

વૈશ્વિક વસ્તીનો લગભગ ૧/૩ ભાગ ટીબીના રોગનાં લક્ષણ વગર ચેપગ્રસ્ત છે.જેમાંથી પાચથી દસ ટકા લોકો તેમના જીવનકાળ દરમ્યાન સક્રિય ટી.બી.રોગ વિકસાવશે. ટીબી સંપૂર્ણ વિશ્વ માટે એક જાહેર આરોગ્ય સમસ્યા છે.જેના માટે ખુબ જ અસરકારક દવાઓ અને રસી (બી.સી.જી.) ઉપલબ્ધ છે.જેનાથી ટીબી અટકાવી શકાય છે.ટીબી માટેની નિવારક સારવાર (પ્રીવેન્ટીક થેરાપી) ખાસ કરીને એચ.આઈ.વી.સાથે જીવતા લોકો માટે અને પાંચ વર્ષ થી ઓછી ઉમરના બાળકો માટે ઉપલબ્ધ છે.પરંતુ ટીબી નિવારક સારવાર માટે લાયક મોટાભાગનાં લોકો તેને સ્વીકારતા નથી.જેથી વર્ષ:૨૦૨૫ સુધીમાં ટીબીને નાબુદ કરવા માટે પ્રજાજનોમાં જાગૃતિ લાવવા અને જરૂરી જાણકારી આપવાની ખુબ જ અગત્યનું થઇ જાય છે. તે માટે જુનાગઢ મહાનગરપાલિકાના ટીબી વિભાગનાં સીટી ટી.બી.ઓફિસરશ્રી ડો.સ્વયંપ્રકાસ પાંડે દ્વારા લોકકલ્યાણ માટે જાણકારી પૂરી પાડવામાં આવે છે.

ટી.બી.એટલે શું ? ટીબી રોગ નાં પ્રકાર કેટલા છે.?

ટીબી એક ચેપી રોગ છે.જે જે ycobacteriu tuberculosis (tb) (માઈકોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસીસ)નામના બેક્ટેરિયા દ્વારા ફેલાય છે.જે સામાન્ય રીતે ફેફસા પર અસર કરે છે.જેને પલ્મોનરી ટીબી કહે છે.પરંતુ આ રોગ શરીરના કોઈ પણ ભાગ માં અસર કરી શકે છે.અને ફેફસા સિવાય કોઈ પણ અંગનાં ટીબી ને એક્સ્ટ્રા પલ્મોનરી ટીબી કહે છે. 4 ટીબી નો ફેલાવો કેવી રીતે થાય છે.

ટીબીનાં દર્દી જેમના ફેફસામાં અને ગળફામાં ટી.બી નાં બેક્ટેરિયા ની ઉપસ્થિતિ હોય છે.એવા વ્યક્તિ જયારે ઉધરસ કે છીંક ખાય ત્યારે હવાના માધ્યમ થી ટીબી નાં રોગ ફેલાય છે.ચેપી દર્દી સાથે લાંબા સમયનો અને નજીકનો સંપર્ક હોય તો જ આ રોગ નાં ચેપ લાગી શકે છે.

+ સક્રિય ટીબી રોગનાં લક્ષણો શું છે.?

ટી.બી ની બીમારીનું સૌથી મોટું લક્ષણ ઉધરસ આવવી છે.પરંતુ ઘણા બધા લોકો જાણકારી નાં અભાવે તેને સામાન્ય ઉધરસ સમજીને અવગણી કરી દેતા હોય છે.એટલા માટે જે કોઈ પણ વ્યક્તિ ને ૨ અઠવાડિયા કરતા વધુ સમય સુધી ઉધરસ આવવાની સમસ્યા હોય અથવા સાંજ નાં સમયે ઓછા તાપમાનનો તાવ આવતો હોય,ભૂખ ઓછી લાગતી હોય,વજન માં ઘટાડો થતો હોય,રાતે સુતા સમયે પરસેવો આવતો હોય તો નજીકના અર્બન હેલ્થ સેન્ટર માં તપાસ કરાવવી તેમજ ડોકટર ની સલાહ મુજબ સારવાર લેવી ખુબ જ અગત્યનું છે.

ટી.બી રોગ નું નિદાન કઈ રીતે થાય છે.અને કઈ જગ્યા એ થાય છે.? ટીબી નાં નિદાન માટે સ્મીયર માઈક્રોસ્કોપી સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ

છે.જેના અંતર્ગત દર્દી ને ગળફા ની તપાસ માઈક્રોસ્કોપ દ્વારા સરકારી દવાખાના અને અર્બન હેલ્થ સેન્ટર પર મફત કરવામાં આવે છે.જે કિસ્સાઓમાં ટીબી નાં બેક્ટેરિયા જેને એસીડ ફાસ્ટ બેસીલાઈ પણ કહેવાય છે.તેની હાજરી માઈક્રોસ્કોપ દ્વારા ગળફા માં ન શોધી શકાય તો CBNAAT અથવા રેડિયો ગ્રાફી પદ્ધતિ જેમ કે એક્ષ.રે.ચેસ્ટ દ્વારા ટીબી નું નિદાન અને MDR ટીબી અને XDR ટીબી નાં નિદાન CBNAAT અને LPA તથા બેક્ટેરિયા નાં કલ્ચર અને સેન્સીટીવીટી પદ્ધતિ દ્વારા પણ કરવામાં આવે છે. 4 ટીબી ની સારવાર ની પદ્ધતિ શું છે.

નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ અંતર્ગત ડોટ્સ પતિ જેમાં આરોગ્ય કર્મચારી અથવા નક્કી કરેલ કોઈ અન્ય વ્યક્તિ દ્વારા તેમના સામે દર્દીને ટીબી ની દવા આપવામાં આવે છે.જેથી ટીબીના સંપૂર્ણ સારવાર વ્યવસ્થિત રીતે થઇ શકે અને ટીબી રોગ માંથી મુક્તિ મળે છે.

શું ટીબી નાં રોગની સારવાર દરમ્યાન ટીબીના દર્દીઓને કોઈ પણ આર્થીક સહાય સરકાર

દ્વારા આપવામાં આવે છે.?

નિક્ષય પોષણ યોજના અંતર્ગત ભારત સરકાર તરફ થી રૂ.૫૦૦ દર મહીને ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર દ્વારા દર્દીને પૌષ્ટિક આહાર લેવા માટે જ્યાં સુધી સારવાર ચાલુ હોય છે.ત્યાં સુધી આપવામાં આવે છે.આ સિવાય ડોટ્સ પ્રોવાઇડરને પણ ઇન્સેન્ટીવ આપવામાં આવે છે.અને પ્રાઇવેટ પ્રોવાઈડર દ્વારા ટીબી રોગ નાં નોટીફીકેશન કરવામાં આવે તો નોટીફીકેશન ઇન્સેન્ટીવ આપવામાં આવે છે. 4 ટીબી રોગ ને રોકવા માટે શું ધ્યાન રાખવું જોઈએ.?

ટીબી રોગ નાં કોઈ પણ લક્ષણો ધરાવતા વ્યક્તિ ને વહેલા તે પહેલા નિદાન માટે નજીક નાં સરકારી દવાખાના તેમજ અર્બન હેલ્થ સેન્ટર પર તપાસ કરાવવી જોઈએ અને ડોક્ટર ની સલાહ મુજબ નિદાન કરાવવું જોઈએ.કેમ કે બે અઠવાડિયા કે તેથી વધુ સમય સુધી ટીબી ની સારવાર લેવા માં આવે તો દર્દી મારફતે બીજા વયક્તિઓ ને રોગ ફેલાવવાની સંભાવના લગભગ શૂન્ય થઇ જાય છે.

જે વ્યક્તિ ને ટીબી હોય તે વ્યક્તિ સાથે બંધ રૂમ માં ન રહેવું.ટીબી દર્દીઓ ની આસપાસ રહેવું ફરજીયાત હોય તો અવસ્ય માસ્ક પહેરવું.નેશનલ એલિમિનેશન પ્રોગ્રામ ના ગાઇડલાઇન મુજબ પ્રીવેન્ટીવ થેરાપીને ઉપયોગ માં લાવવી અને લોકોમાં જાગૃતતા ફેલાવવી.