જૂનાગઢ જિલ્લામાં ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને કોરોનાની રસી અપાશે

જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટર સહિત કુલ ૪૦ સ્થળોએ અપાશે કોરોનાની રસી

જૂનાગઢ : ભારત સરકાર દ્વારા કોવિડ-૧૯ રોગચાળા અટકાયતી કામગીરીમાં મહત્વપૂર્ણ એવી કોવિડ-૧૯ના વેક્સીનેશનની કામગીરી સમગ્ર દેશની સાથે જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાના સેજાના ગામોમાં સ્કુલે જતા તથા સ્કુલે ન જતા ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને કોરોનાની રસી આપવાનું આયોજન કરેલ છે.

આવતીકાલે તા.૧૬/૦૩/૨૦૨૨ના રોજ જૂનાગઢ જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને અર્બન હેલ્થ સેન્ટર એમ કુલ ૪૦ સ્થળોએ સ્થાનિક આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં ૧૨ થી ૧૪ વર્ષના વિદ્યાર્થીઓને કોરોના રસીકરણનો શુભારંભ કરવા જે તે તાલુકાના તાલુકા હેલ્થ હેઠળ ઓફિસરને જિલ્લાના કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી જૂનાગઢના માર્ગદર્શન હેઠળ કરવા સૂચના આપવામાં આવેલ છે.

જિલ્લાના ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને કોરબીવેક્સ રસી દ્વારા કોવિડ-૧૯ના રોગથી રક્ષિત કરવાનો જે સરકારશ્રીના સંકલ્પને પરિપૂર્ણ કરવા આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવાનું આયોજન કરવામાં આવેલ છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ૧૨ થી ૧૪ વર્ષના તમામ લાભાર્થી બાળકોને રસીકરણ જે તે સ્કુલમાં જ્યા અભ્યાસ કરતા હોય ત્યા અથવા ક્યાય અભ્યાસ કરવા ન જતા હોય તો તેવા લાભાર્થી બાળકોને તેમના રહેણાંક વિસ્તારના આરોગ્ય કર્મચારી કે નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઇ આ કોવિડ-૧૯ વિરોધી રસીકરણ કરાવી સુરક્ષિત થાય તેમ કામગીરી કરવા જણાવાયું છે.