જૂનાગઢમાં હોળી સંદર્ભે દારૂની સાથે જુગાર પર તવાઈ, 8 ઝડપાયા

જૂનાગઢ નજીક જાહેરમાં વરલી મટકા રમતા બે અને કેશોદ પાસે તીનપત્તિ રમતા છની ધરપકડ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં આગામી હોળી અને ધુળેટી પર્વની આડમાં ધમધમતી દારૂ-જુગારની બદીને નસ્તેનાબુદ કરવાની ઉચ્ચ પોલીસ અધિકારીએ સૂચના આપતા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા આ અંગે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં પોલીસે જૂનાગઢમાં હોળી સંદર્ભે દારૂની સાથે જુગાર પર તવાઈ ઉતારી જૂનાગઢ નજીક જાહેરમાં વરલી મટકા રમતા બે અને કેશોદ પાસે તીનપત્તિ રમતા છની ધરપકડ કરી હતી.

જૂનાગઢ એ ડીવીજન પોલીસે ગઈકાલે બાતમીના આધારે વિશાલ ટાવર નજીકમા કૈલાશ ચાની હોટલની બાજુમા જુનાગઢ.પાસે દરોડો પાડી જાહેરમા વરલી મટકાના આંકડાનો આંક ફરકનો જુગાર રમાડી પૈસાની હારજીત કરી વરલી મટકાના સાહીત્ય તથા રોકડા રૂ! ૧૦,૬૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ. ૨૦૦૦ તથા બર્ગમેન ગાડી જેની કિ.રૂ! ૩૦,૦૦૦ મળી કુલ કિ.રૂ! ૪૨,૬૦૦ના મુદ્દામાલ સાથે આરોપીઓ નરેશભાઇ વિનુભાઇ પોપટાણી, દર્શીત મેઘજીભાઇ સોંદરવાને ઝડપી લીધા હતા.

જ્યારે કેશોદ પોલીસે ગઈકાલે બાતમીના આધારે કેશોદના ચર ગામે સુરાપુરા બાપાના મંદીર પાસે સ્ટ્રીટ લાઈટના અંજવાળે થાભલા નીચે જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતીનો પૈસાની હાર-જીતનો જુગાર રમતા આરોપીઓ ગીરીશભાઇ ધીરુભાઇ ઘેડીયા, જયપ્રકાશભાઇ વલ્લભભાઇ ગૌદાણા, ભાવેશભાઇ મનસુખભાઇ રાઠોડ, ખીમાભાઇ બચુભાઇ ચુડાસમા, વીરમભાઇ ભુરાભાઇ ચુડાસમા, હરસુખભાઇ ગોવીંદભાઇ ગોહેલને રોકડા રૂ.૭૪૦૦ સાથે ઝડપી લીધા હતા.