ગુજરાત સ્ટેટ ક્વિઝ સ્પર્ધામાં જૂનાગઢ જિલ્લામાંથી ૨૦ વિદ્યાર્થીઓ અવ્વલ

જૂનાગઢ : ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સ્ટેટ ક્વિઝ ૨૦૨૧-૨૨નું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં જિલ્લાના ૨૦ વિજેતા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું અને વિજેતા વિદ્યાર્થીઓને લેપટોપ અને ટેબલેટ અપાયા હતા.

જેમનો મુખ્ય હેતુ ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતાં દરેક બોર્ડના વિદ્યાર્થીઓ ભાગ લે તેવા હેતુથી સૌપ્રથમ ભારતભરમાંથી ગુજરાતમાં વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનીયરીંગ અને ગણિત(stem)પર ક્વિઝ આયોજિત કરવામાં આવેલ હતી. જેમાં ગુજરાતના દરેક જિલ્લામાંથી રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.જેમા જૂનાગઢ જિલ્લામાંથી ૧૫૩૦૭ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યું હતું. આ સાથે ગુજરાતમાંથી ૫૩૯૯૯૦ જેટલા પાર્ટિસિપેટ રજીસ્ટ્રેશન થયા હતા.

તા.૨૧ થી ૨૩મી ફેબ્રુઆરીએ પ્રથમ મોકરાઉન્ડ યોજાયો હતો. ત્યારબાદ તા.૨૬ થી ૨૮મી ફેબ્રુઆરીએ જિલ્લા કક્ષાનો રાઉન્ડ યોજવામાં આવેલ જેમાં ૧૦૪૨૯૦ વિદ્યાર્થીઓ ગુજરાતભરમાંથી પાર્ટિસિપેટ થયા હતા. જેમાંથી દરેક જિલ્લામાંથી ૧૦નું સિલેક્શન કરવામાં આવ્યું અને જ્યાં કોર્પોરેશન હોય ત્યાં પણ ૧૦ને સિલેક્ટ કરવામાં આવ્યા હતા. જેમાં જૂનાગઢ જિલ્લામાંથી ૨૦ વિદ્યાર્થીઓ સાથે ગુજરાતમાંથી ૪૧૦ વિદ્યાર્થીઓ વિજ્ઞાન ભવન સાયન્સ સિટી ખાતે તા.૬/૩/૨૦૨૨ના રોજ રાજ્યક્ક્ષાની ગુજરાત સ્ટેટ ક્વિઝમાં ભાગ લીધો હતો.

વિજેતાઓને શિક્ષણ, વિજ્ઞાન અને ટેક્નોલૉજી દ્વારા પ્રથમ, દ્વિતીય અને અન્ય ૬ ટીમને લેપટોપ આપવામાં આવ્યા અને આ સાથે દરેક ૩૯૪ વિદ્યાર્થીઓને ટેબલેટ આપવામાં આવ્યા હતા. સાથે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર મુંબઈ, ઇસરો અને સાયન્સ સિટીની ટુરનું પેકેજ પણ એનાઉન્સ પણ કરવામાં આવેલ છે. આ સાથે એક કરોડ જેવી ધન રાશિનું ઇનામ આ ગુજરાત સ્ટેટ ક્વિઝમાં આપવામાં આવેલ હતું. આ તકે જિલ્લાના ૨૦ વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમ પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાય, રણવીર પરમાર, ડો.માતાગ પુરોહિત, પ્રતાપસિંહ ઓરા, જાવીય, વાઢેર, ગજેરા, ડોબરીયા તથા વિદ્યાર્થીઓ, વાલીશ્રી ઉપસ્થિત રહ્યા હતા અને આવનાર ભવિષ્યમાં સારી અને વિદ્યાર્થીઓ પ્રોત્સાહન માટેની સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે અને સાથે વિદ્યાર્થીઓની બાળ પ્રતિભાને પ્રોત્સાહિત કરવામાં આવશે તેવી લોક વિજ્ઞાન કેન્દ્રની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.