ગીરના જંગલમાં ઉનાળાના પ્રારંભે જ જળસ્રોત સુકાયા : કૃત્રિમ પાણીના પોઇન્ટ ભરવાનું શરૂ

મધમાખીથી લઈ સાવજ માટે 500 જગ્યાએ કુંડ ભરતું વનવિભાગ

જૂનાગઢ : ગીર અભ્યારણમાં ઉનાળાના પ્રારંભે જ જળસ્રોતો સુકાવા લાગતા વનવિભાગ દ્વારા રક્ષિત પ્રાણીઓ માટે કૃત્રિમ જળ કુંડ ભરવાની શરૂ કરી દીધું છે.

ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆત સાથે જ કાળઝાળ ગરમીની અસર શરૂ થતા ગીર જંગલમાં આવેલા કુદરતી જળસ્ત્રોત લાગ્યા સુકાવા લગતા વન્યપ્રાણીઓને પીવાના પાણી માટે રઝળપાટ શરૂ થઈ છે. જો કે, વનવિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ માટે કૃત્રિમ પાણીના પોઇન્ટ બનાવાયા છે. જે ઉનાળો શરૂ થતા જ ગીર જંગલના મોટાભાગના કૃત્રિમ પાણીના પોઇન્ટ ભરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગીરના જંગલમાં વનવિભાગ દ્વારા અંદાજે 500 જેટલા કૃત્રિમ પાણીના પોઇન્ટો બનાવવામાં આવ્યા છે.આ તમામ જળ કુંડો પવનચક્કી, સોલાર અને શ્રમિકો વડે ભરવામાં આવે છે. હાલમાં નદી-નાળાઓ ધીમે ધીમે લાગ્યા સુકાવા લાગતા સિંહ સહિતના વન્યપ્રાણીઓ કૃત્રિમ પાણીના પોઇન્ટ પર નિર્ભર થયા છે અને તરસ છીપાવવા માટે વનરાજ પાણીના કુંડા ઉપર પહોંચી રહ્યા છે. મજાની વતા એ છે કે વન વિભાગ દ્વારા મધમાખીઓની તરસ છીપાવવા માટે પાણીના કુંડા ઉપર ખાસ ભીનાં કંતાન પણ રાખવામાં આવે છે.