કેશોદમાં જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા

જૂનાગઢ : કેશોદ પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે કેશોદ દ્રારકાધીશ માર્કેટની સામે અંજલી પાનની પાછળ ગલીમાં જાહેરમાં ગંજી પતાના પાના પૈસા વડે પૈસાની હારજીત કરી તીનપતી નામનો જુગાર રમતાં આરોપીઓ જીતેન્દ્ર ઉર્ફે મુળુ મનસુખભાઇ અભાણી,, રમેશભાઇ મુળજીભાઇ છૈયા, દીપકભાઇ હાજાભાઇ બાલસ, તુષારભાઇ બળવંતભાઇ કતીરા, ચેતનભાઇ વલ્લભભાઇ ચાંડેગરા, ભરતભાઇ મનસુખભાઇ વાઘેલાને રોકડ રૂ .૪૯૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.