જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં મહિલાઓને વૈજ્ઞાનિક ખેતી-પશુપાલનનું માર્ગદર્શન અપાયું

એક દિવસની તાલીમમાં ઝાંઝરડા, આંબલિયા અને બંધાળાના બહેનોએ ભાગ લીધો

જૂનાગઢ : જૂનાગઢ તા.૧૪ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ઉનાળુ પાકોની આધુનિક વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ, મુલ્ય વૃદ્ધિ અને પશુપાલન વિષય પર મહિલાનો એક દિવસીય તાલીમનું આયોજન કરવમાં આવ્યું હતું.

આ તાલીમનું ઉદ્દઘાટન કૃષિ યુનિવસિઁટીના સહ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો.જી.આર.ગોહિલ કર્યું હતું. તેમણે ઝાંઝરડા, આંબલીયા અને બંધાળાના બહેનોને સંબોધતા કહ્યું કે, આજે ટેકનોલોજીનો યુગ છે ત્યારે તમારે સમય સાથે તાલ મિલાવીને ચાલવું પડશે. ખાસ કરીને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં થતા સંશોધન, શિક્ષણ અને વિસ્તરણની વિવિધ પ્રવૃતિઓ અહી ચાલે છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, ખેતી અને પશુપાલન પુરક વ્યવસાય છે.

હાલ પશુપાલન દ્વારા સારી આવક મેળવી શકાય છે. સારી ઓલાદના સાંઢ, પાડાથી આવતી પેઢી સારી કરી શકાય યુનિવર્સિટીમાંથી પણ તમને આ મળી શકશે. તમારામાં રહેલ શક્તિનો ઉપયોગ ખેતીના વિકાસમાં કરવો જોઈએ. આપણી પાસે રહેલ સંસાધનોનો સદઉપયોગ કરવો, ખેતી ખર્ચ ઘટાડવો અને ઉત્પાદનની મૂલ્ય વૃધ્ધિ કરવી. ખેતી સાથે સામુહિક પશુપાલન વ્યવસાય કરી તેને સ્વીકારીએ જેથી પૂરક આવક મેળવી, આર્થિક સધ્ધરતાથી કુટુંબની સુખાકારી વધારી શકાય. ખેતીની વૈજ્ઞાનિક પધ્ધતિઓ સંબધિત તજજ્ઞતા અપનાવા ગુણવતા યુક્ત ખેતીની જાણ સૌને ઉત્પાદન કરવાનો અનુરોધ કરેલ. આ પ્રસંગે પ્રો.વી.જી.બારડ, પૂજા અસવાર તેમજ આત્માના શ્રી બાબરિયા ઉપસ્થિત રહ્યા હતા.