રેઢિયાળ તંત્ર : કેશોદ નગરપાલિકાની ઓફિસિયલ વેબસાઈટ છેલ્લા પાંચ વર્ષથી અપડેટ જ ન થઈ !

ઓફિસિયલ વેબસાઈટ અપડેટ ન થવા પાછળનાં વ્યાજબી કારણો જાહેર કરવા માટે મુખ્યમંત્રીને રજુઆત

જૂનાગઢ : પ્રવર્તમાન કોરોના મહામારીને કારણે સામાન્ય રીતે લોકો ડીઝીટલ ઇન્ડિયામાં મોટાભાગની ઓનલાઈન કામગીરી કરે છે. ત્યારે ખાસ કેશોદ નગરપાલિકાની ઓફિસિયલ વેબસાઈટ છેલ્લા પાંચ વર્ષથી અપડેટ ન થતી હોવાની ચોકાવનારી વિગતો સામે આવી છે. આથી જાગૃત નાગરિક સાગર પંકજભાઈ નિર્મળએ ઓફિસિયલ વેબસાઈટ અપડેટ ન થવા પાછળનાં વ્યાજબી કારણો જાહેર કરવા માટે મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

કેશોદ નગરપાલિકાની ઓફિસિયલ વેબસાઈટનાં હોમપેજ પર શહેરના ટુકા ઈતિહાસમાં તા. 8-10-1986 ના રોજ વસ્તીના પ્રમાણને ધ્યાવનમાં લઈને નગરપાલિકામાં રૂપાંતર થયેલ છે પરંતુ હાલની વસ્તી તેમજ નવા સુધારા સાથેની વિગત દર્શાવેલ નથી.

http://www.keshodnagarpalika.com/content.aspx?Id=473

કેશોદ નગરપાલીકાના પ્રવર્તમાન “ચિફ ઓફિસર” પરબતભાઈ ચાવડા છે જેને બદલે કેશોદ નગરપાલિકાની ઓફિસિયલ વેબસાઈટ પર ચારુબહેન મોરી નામ જોવા મળે છે તેમજ આ સાથે કર્મચારીનું નામ હોદ્દો અને શાખામાં ઘણા નવા સુધારા પણ થયેલ નથી અને ખાસ કર્મચારીઓનાં સંપર્ક નંબર જોવા મળતા નથી.

http://www.keshodnagarpalika.com/content.aspx?Id=473

કેશોદ નગરપાલીકા વિશેના વિભાગમાં ફક્ત કર્મચારીઓની જ માહિતી આપેલ છે જે ખુબજ જૂની હોય ત્યારે તેમાં સુધારો થયેલ નથી અને પ્રવર્તમાન પ્રમુખ “લાભુબહેન પીપલીયા” અને અન્ય હોદ્દેદારોની વિગતો નામ નંબર અને ફોટા સાથે જોવા મળતી નથી. તેમજ ૯ વોર્ડ નાં નામ અને વિસ્તારની માહિતી અને ૩૬ સદસ્ય (નગર સેવકો)ની ૯ વિગતો નામ નંબર અને ફોટા સાથેની માહિતી તેમજ જરૂરી વિગતો જોવા મળતી નથી.

http://www.keshodnagarpalika.com/content.aspx?Id=473

કેશોદ નગરપાલીકાના પ્રવર્તમાન “અરજી ફોર્મ” વિભાગમાં અરજદારો માટે લગત શાખાને તેમજ અધિકારીઓને કરવાની થતી અરજીઓ અને તેના નિકાલની માહિતી હોવી જોઈએ જ્યારે અહીં કોઈપણ પ્રકારની વિગત જોવા મળતી નથી. http://www.keshodnagarpalika.com/content.aspx?Id=464

કેશોદ નગરપાલીકાના પ્રવર્તમાન “શાખાઓ” વિભાગમાં કર્મચારીનું નામ હોદ્દો અને શાખાની કામગીરી અને શાખાના મહેકમની માહિતી હોવી જોઈએ અને ખાસ કર્મચારીની લાયકાત પણ દર્શાવવી જોઈએ જ્યારે અહી કોઈપણ પ્રકારની વિગત જોવા મળતી નથી. http://www.keshodnagarpalika.com/content.aspx?Id=469 કેશોદ નગરપાલીકાના પ્રવર્તમાન “શોધ” વિભાગમાં આપેલ કોઈ પણ માહિતી જોવા મળતી નથી.

કેશોદ નગરપાલિકાની ઓફિસિયલ વેબસાઈટમાં (છેલ્લી સુધારાની તારીખ ૩૦ / ૦૬ / ૨૦૧૮) થી અપડેટ ન થતી હોવાની ચોકાવનારી વિગત જોવા મળેલ છે કેશોદ નગરપાલિકાની ઓફિસિયલ વેબસાઈટમાં સરકાર દ્વારા ચાલતી યોજનાઓની માહિતી પણ દર્શાવવામાં આવેલ નથી.

કેશોદ નગરપાલિકાની ઓફિસિયલ વેબસાઈટમાં ઓનલાઈન ટેક્ષ ચૂકવણા માટેની સુવિધા પણ દર્શાવવામાં આવેલ નથી.કેશોદ નગરપાલિકાની ઓફિસિયલ વેબસાઈટમાં સમિતિઓ અને તેના અધ્યક્ષની માહિતી દર્શાવવામાં આવેલ નથી.

ઉપરોક્ત તમામ બાબતો ખુબજ ગંભીર કહેવાય અને આ તમામ માહિતીઓ જાહેર માહિતીઓ કહેવાય, જાહેર માહિતી શા માટે કેશોદ નગરપાલિકાની ઓફિસિયલ વેબસાઈટમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ નથી અને છેલ્લી સુધારાની તારીખ ૩૦ / ૦૬ / ૨૦૧૮ થી અપડેટ ન થવા પાછળના વ્યાજબી કારણો આપશો.

આ તમામ બાબતો ખુબજ ગંભીર કહેવાય અને આ તમામ માહિતીઓ જાહેર માહિતીઓ કહેવાય, જેથી જાહેર માહિતી કેશોદ નગરપાલિકાની ઓફિસિયલ વેબસાઈટમાં તાત્કાલિક દિવસ ૩૦ માં પ્રસિદ્ધ કરવામાં આવે તે અંત્યંત જરૂરી બાબત છે.

અત્રે એ વાત પણ નોધનીય છે કે “નગરપાલિકા” એ કોઈ પેઢી નથી જાહેર હિત માટેની એક સરકારી સંસ્થા છે અને તેની તમામ માહિતી જાહેર હોવી અત્યંત આવશ્યક અને જરૂરી છે. લોકોની મુશ્કેલીમાં મદદ મળે અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જોવામાં આવતા સ્વપ્નને ડીઝીટલ ઈન્ડીયાને પણ દિવાસ્વપ્ન બનાવતા જવાબદાર અધિકારી દ્વારા અવરોધ ન કરતા વેગ મળે તેવા હેતુસીદ્ધ કાર્ય કરવા અત્યંત જરૂરી છે.