વંથલીના શાપુર ગામે પરિવાર ઉપર પાડોશીઓનો હુમલો

ચાર પાડોશીઓએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી

જૂનાગઢ : વંથલીના શાપુર ગામે પરિવાર ઉપર પાડોશીઓએ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ચાર પાડોશીઓએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વંથલી પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી હીરાભાઇ ખોડાભાઇ મહીડા (ઉ.વ.૬૫ રહે.શાપુર ગામ તા.વંથલી) એ આરોપીઓ કૌશીકભાઇ ભીખાભાઇ ડાભી, ભીખાભાઇ હમીરભાઇ ડાભી, મુક્તાબેન ભીખાભાઇ ડાભી, ભાવનાબેન શ્યામભાઇ ડાભી (રહે. તમામ શાપુર ગામ તા.વંથલી) સામે ફરિયાદ નોંધાવી હતી કે,એક આરોપીએ ફરીયાદીને માથાના કપાળના ભાગે લાકડીનો એક ધા મારેલ તથા અન્ય આરોપીએ ફરીયાદીને ઢીકામુકીનો માર મારેલ તેમજ આરોપીઓએ ફરીયાદીની દિકરી શાંતાબેનને ઢીકામુકીનો મારેલ તેમજ આરોપીઓએ સાહેદ અનુરાગને પગના ભાગે લાકડી વડે માર મારી જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.