ખોટી રીતે પૈસા માંગી લુખ્ખાએ કારખાનેદારને ઢીબી નાખ્યા

જૂનાગઢના ડીલક્સ પાનની બાજુમાં ઈન્ડિયન પેટ્રોલપંપની સામે સાબલપુર પાસે બનેલા મારામારીના બનાવની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢના ડીલક્સ પાનની બાજુમાં ઈન્ડિયન પેટ્રોલપંપની સામે સાબલપુર પાસે ખોટી રીતે પૈસા માંગી લુખ્ખાએ કારખાનેદારને ઢીબી નાખ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે કારખાનેદારે આરોપી સામે હુમલા અને ધમકીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જુનાગઢ તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી યોગેશ ભુપતભાઈ વસોયા (ઉ.વ.૩૪ રહે દોલતપરા, શાંતેશ્વર મંદિરની બાજુમાં જુનાગઢ) એ આરોપી (રહીમ ઠેબા રહે.સાબલપુર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ ફરીયાદી પાસે કોઈપણ જાતના પૈસા ના માંગતો હોવા છતા ખોટી રીતે ફરીયાદી પાસેથી પૈસા માંગી ફરીયાદીના કારખાનાને નુકસાની કરવાની ધમકી આપી તથા ફરીયાદીની બાઈક તોડવાની કોશીષ કરી ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો કાઢી ફરીયાદીને ઢીકાપાટુથી માર મારી તેમજ આરોપીએ પથ્થર હાથથી પકડી કપાળના ભાગે પથ્થર મારી ઈજા કરી હતી.