વિસાવદરના દારૂના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી ને સુરતથી પકડી પાડતી જૂનાગઢ પેરોલ ફર્લૉ સ્ક્વોડ

જૂનાગઢ : વિસાવદરના દારૂના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા – ફરતા આરોપીને જૂનાગઢ પેરોલ ફર્લૉ સ્ક્વોડે સુરતના કામરેજ વિસ્તારમાંથી ઝડપી લીધો હતો.

જૂનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધીક્ષક રવીતેજા વાસમશેટ્ટીની સુચના તથા માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પેરોલ ફર્લૉ સ્કોડને સુચના આપતા ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ એચ.આઇ.ભાટીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લૉ સ્કોડના પીએસઆઇ એસ.એન.ક્ષત્રિય, એ.એસ.આઇ.પ્રદીપભાઈ ગોહેલ, પો. હેડ કોન્સ્ટેબલ સંજયભાઇ વઘેરા, પો.કોન્સ દીનેશ ભાઇ છૈયા, પો. કોન્સ. સંજયભાઇ ખોડભાયાએ બાતમીને આધારે વિસાવદરના દારૂના ગુન્હા માં છેલ્લા ૧ વર્ષથી ફરાર આરોપી મિતેષ હરસુખભાઇ ભેસાણયા ઉ.વ 38 રે.જુનાગઢ, જોશીપરા વાળાને સુરતમા આવેલ કામરેજ આનંદવાટીકા રેસીડેન્સીમાંથી ઝડપી લઈ વિસાવદર પોલીસ સ્ટેશનને સોપી આપવામાં આવ્યો હતો.