જૂનાગઢમાં દામોદર કુંડ ખાતે રાળ મનોરથની ભાવભેર ઉજવણી

જૂનાગઢ : જૂનાગઢમાં રાધા દામોદર કુંડ ખાતે રાળ મનોરથ ઉજવાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉમટી પડ્યા હતા.

વૈષ્ણવ સંપ્રદાયમા રાળ મનોરથનુ ધાર્મિક મહત્વ છે. સૌરાષ્ટ્રમા એક જ જગ્યા એટલે દામોદર કુંડ ખાતે રાળ મનોરથ ઉજવવામાં આવે છે. બે વર્ષથી કોરોનાને લીધે સાદાઈથી રાળ મનોરથ ઉજવાતો હતો. આ વર્ષે કોરોનાનું સંક્રમણ ઘટતા ભાવભેર રાળ મનોરથની ઉજવણી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે રાધા અને ગોપીઓના વિરહની વેદના એટલે રાળ મનોરથ. વસંતપંચમીથી શરુ કરી 40 દિવસ સુધી હોળી ખેલ મનાવવામાં આવે છે. ધુળેટી નજીક આવતા ઉલ્લાસભર્યા હોળી ખેલના દિવસો પૂર્ણ થવાની તૈયારી હોવાથી અંતિમ દિવસોમાં વિરહ વેદનારૂપી અગ્નિ પ્રગટાવી રાળના દર્શન કરાવવામાં આવે છે. આ સાથે વૈજ્ઞાનિક રીતે પણ રાળનું મહત્વ છે. અગ્નિથી લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે છે.