જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરના કાંઠા પાસે મોડીરાત્રે ભીષણ આગ

ફાયર બ્રિગેડના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચવા માટે યોગ્ય જગ્યા ન હોવાનું બહાનું બતાવી ઉંચા હાથ કરી દેતા સ્થાનિકોમાં ઉગ્ર આક્રોશ

જૂનાગઢ : જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરના કાંઠા પાસે મોડીરાત્રે ભીષણ આગની દુર્ઘટના સર્જાઈ હતી. આવી આકસ્મિક દુર્ઘટના સમયે ફાયર બ્રિગેડ સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો. પણ ફાયર બ્રિગેડના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચવા માટે યોગ્ય જગ્યા ન હોવાનું બહાનું બતાવી ઉંચા હાથ કરી દેતા સ્થાનિકોમાં ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો હતો અને આગ એની મેળે બુઝાય ત્યાં સુધી માત્ર તમાશો નિહાળ્યા રાખતા ફાયર બીગ્રેડની કામગીરી સામે વેધક સવાલ ઉઠ્યા હતા.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરના કાંઠા પાસે મોડીરાતે આગની ઘટના બની હતી.જેમાં સરોવર પાસે આવેલ દરગાહની દીવાલના પાછળના ભાગે આગ ભભૂકી ઉઠતા જોતજોતામાં આગના લબકારાએ ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ આગની ઘટનાની ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પણ આગ બુઝાવવામાં જૂનાગઢ મનપાનો ફાયર વિભાગ નિષ્ફળ નીવડ્યો હતો. જેમાં દરગાહ પાસે આવેલા ખેતરમાં આગ લાગી હોવાથી અંદર આગ બુઝાવવા જવા માટે કોઈ જગ્યા ન મળી હોવાનું ફાયર વિભાગ સ્ટાફે કારણ આગળ ધરીને માત્ર મુકપ્રેક્ષક બનીને તમાશો જ નિહાળ્યો હતો.

જો કે આગ એની મેળે બુઝાય ગઈ હતો. પરંતુ સવાલ એ ઉઠે છે કે, ખેતરમાં આગ લાગવાથી કોઇ જાનહાનિ થઈ નથી. પરંતુ ક્યાંક મોટી ઘટના બને તો શું ફાયર વિભાગ આ જ રીતના રહેશે નિષ્ફળ ? અને કર્મચારીઓથી આગ ન બુઝી હીવથી કલાકો સુધી જોઈ અધિકારીની રાહ જોઈ હતી.પરંતુ કુદરતી રીતે જ આગ ઠરી જતાં લોકોએ હાશકારો લીધો હતો. મનપાના ફાયર વિભાગ પાસે પુરતા સાધનો પણ ન હોય તેવો સ્થાનિકોનો આક્ષેપ કરી કોઈ મોટી ઘટના બને તો શું આ જ રીતે નિષ્ફળ રહેશે તેવા જૂનાગઢ મનપાના ફાયર વિભાગ સામે સળગતા સવાલો કર્યા હતા.

ફાયર બ્રિગેડના સ્ટાફે મીડિયા કર્મી સામે તોછડું વર્તન કરીને અમે ક્યાંના પાડીએ છીએ આગ બુઝાવવાની પણ ત્યાં ફાયર પહોંચે એમ તો હોવું જોઈએ ને , ફાયર જાય તેવો રસ્તો હોય તો અમે આગ બુઝાવીએ તેવું જણાવ્યું હતું. તેમજ તમે અમને રસ્તો કરી દો તમે ભલે મીડિયામાંથી હો કે ગમે એમાંથી તેમ કહીને લાલીયાવાડી ચાલવી હતી અને ફાયર કર્મી પોતાના અધિકારીને કહે છે કે, સરદાર બાગ પાસે કચરામાં આગ લાગી છે પણ ત્યાં પ્રોપર રસ્તો નથી ફાયર જાય તેવો, ફાયરની ગાડી લઈને જ આવ્યા છીએ પણ ત્યાં જાય તેમ નથી અત્યારે આપણે કોને કહેવું.. આવો અહીંયા. જ્યારે સામાન્ય આગ પણ જૂનાગઢ મનપાના ફાયર વિભાગથી બુઝાતી નથી તે મોટી ગંભીર બેદરકારી છે.