જુનાગઢમાં કોંગ્રેસ દ્વારા સર્વેરોગ નિદાન કેમ્પ યોજાયો

જૂનાગઢ : જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ પટેલ દ્વારા એક્ટિવ ઓર્થોપેડીક હોસ્પિટલ, માતૃત્વ વ્યુમન હોસ્પિટલના સહયોગથી આજ રોજ સર્વે રોગ નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમા બહોળી સંખ્યામાં લોકો એ લાભ લીધો હતો.

સર્વરોગ નિદાન કેમ્પમાં ડો.નિકુંજ ઠુંમર, ડો ઋજુલ ગજેરા, ડો આકાશ પટોડીયા,ડો વિપુલ ઉસદડિયા,ડો કેયુર ભાઈ ચોવટીયા,ડો વિમલભાઈ ગજેરા સેવા આપી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલ દ્વારા તમામ દર્દીઓને વિનામૂલ્યે દવા આપવામાં આવી હતી. અમીત પટેલ દ્વારા જણાવવામાં આવ્યુ હતું, કે મારાથી જે સેવા થશે એ જુનાગઢના લોકો માટે કરીશ…સૌ જુનાગઢવાસીયો અને જરૂરીયાતમંદ લોકોએ ફ્રી મેડિકલ નિદાન કેમ્પનો લાભ લીધો હતો.આ કેમ્પ ને સફળ બનાણવવા અરવિંભાઈ પાઘડાર, શાબેરા બેન,બિપીનભાઈ પણસાડાએ જહેમત ઉઠાવી હતી.