પ્રેમ સબંધ તોડી નાખતા ઉશ્કેરાયેલા ધરાર પ્રેમીએ બ્લેકમેઇલ કરી પરિણીતાનું યૌન શોષણ કર્યું

જૂનાગઢ જિલ્લાના વંથલીમાં બીભત્સ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરનાર ધરાર પ્રેમી સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના વંથલીમાં પ્રેમ સબંધ તોડી નાખ્યા બાદ ધરાર પ્રેમીએ બળજબરીથી પરિણીતાનું યૌન શોષણ કર્યું હોવાનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં ધરાર પ્રેમીએ બીભત્સ વીડિયો વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરીને પરિણીતાનું સર્વસ્વ લૂંટી લીધું હોવાથી પ્રેમીના કરતુંત કંટાળેલી પરિણીતા પોલીસ મથકે પહોંચીને ન્યાયની ગુહાર લગાવી છે.

વંથલીના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી પરિણીતાએ આરોપી ગોપાલભાઈ હાજાભાઈ રાવલીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીને સને-ર૦૦૬ થી ર૦૧૫ સુધી આરોપી સાથે પ્રેમ સબંધ હોઈ તે પછી ફરીયાદીએ સબંધ તોડી નાખતા ઉશ્કેરાયેલા આરોપીએ ફરીયાદીની કોઈ જગ્યાએ સગાઈ થવા દિધેલ નહી અને આરોપીએ ધમકી આપેલ કે, તારો ઓપન વિડીયો ઉતારેલ તે વાયરલ કરી બદનામ કરી નાખીશ તારા ઘરના સભ્યોને મારી નાખીશ તેવી ધમકી આપી ફરીયાદી સાથે સને-ર૦૧૫ થી ર૦૧૮ સુધી ફરીયાદીને બ્લેકમેલ કરી પોતાના ઘરે બોલાવી તથા અન્ય જગ્યાએ આરોપીએ ફરીયાદી સાથે વારંવાર બળજબરી પુર્વક સબંધ બાંધી બળાત્કાર કરી તે બાદ ફરીયાદીના લગ્ન થઈ જતા તેના પતિ તથા ઘરના સભ્યોને પોતાના સબંધની આરોપીએ રૂબરૂ તથા પત્ર દ્રારા જાણ કરી ફરીયાદીને પોતાની સાથે સબંધ રાખવો પડશે નહીતર તને પતાવી દઈશ તેવી ધમકી આપી હતી.