જૂનાગઢ વન વિભાગ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન થયું

ડુંગરપુર ફોરેસ્ટ થાણા ખાતે યોજાયો મેડીકલ કેમ્પ

સ્થાનિક લોકોએ લીધો કેમ્પમાં ભાગ

જૂનાગઢ: જૂનાગઢ વન વિભાગ દ્વારા આજે ડુંગરપુર ફોરેસ્ટ થાણા ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા જૂનાગઢના ડી.એફ.ઓ સુનિલ બેરવાલ, આર.એફ.ઓ અરવિંદ ભાલીયા સહિતના સ્ટાફની ઉપસ્થિતિમાં કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યારે બહોળી સંખ્યામાં ડુંગરપુર વિસ્તારના લોકોએ વિનામૂલ્યે આ મેડિકલ કેમ્પમાં સારવાર લીધી હતી…

જૂનાગઢ વન વિભાગ દ્વારા આયોજિત મેડિકલ કેમ્પમાં જુદા જુદા નવ તબીબોએ સેવા આપી હતી

ડોક્ટર હાર્દિક જાવિયા એમડી ફિઝિશિયન,
ડોક્ટર હિમાંશુ લાડાણી હાડકાના સર્જન,
ડોક્ટર ભરત જોશી બાળરોગ નિષ્ણાત,
ડોક્ટર કૌશિક ફળદુ કાન નાક ગળાના સર્જન,
ડોક્ટર વિપુલ માકડીયા આંખના સર્જન ડોક્ટર માકડીયા ચામડીના નિષ્ણાત ડોક્ટર કિશન પરસાણીયા સ્ત્રીરોગ નિષ્ણાત
ડોક્ટર દિપક ભાલાણી જનરલ ફિઝિશ્યન અને
ડોક્ટર વિશાલ લાડાની દાંતના સર્જન

વનવિભાગ દ્વારા આયોજિત મેડિકલ કેમ્પમાં ડુંગરપુર વિસ્તારના લોકો માટે આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ડુંગરપુર ખાતે આવેલા ડુંગરપુર થાણા રેલવે ફાટક પાસે આ કેમ્પ યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો જેમાં જુદા-જુદા 9 તબીબોએ આ કેમ્પમાં સેવા આપી હતી…