રસ્તામાં આડા પડેલા વાહનોને હટાવવાનું કહેતા શાકભાજીના ધંધાર્થી ઉપર હુમલો

ભેસાણના ચુડા ગામે મારામારીના બનાવમાં ત્રણ સામે ફરિયાદ

જૂનાગઢ : ભેસાણના ચુડા ગામે શાકભાજીની દુકાન વધાવી ને તેમની રીક્ષા લઇને ઘરે જતા શાકભાજીના ધંધાર્થીએ રસ્તામાં આડા પડેલા વાહનોને હટાવવાનું કહેતા ઉશ્કેરાયેલા ત્રણ શખ્સોએ શાકભાજીના ધંધાર્થી ઉપર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે શાકભાજીના ધંધાર્થીએ ત્રણ શખ્સો સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે.

ભેસાણ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ગોરધનભાઈ મોહનભાઈ સોલંકી (ઉ.વ ૪૫ રહે. ગરબી ચોક મોટી પાટી ચુડા તા.ભેસાણ જી જુનાગઢ) એ આરોપીઓ મુકેશ વજુ, લાલો વજુ, બકુલ ધના (રહે ત્રણેય ચુડા તા.ભેસાણ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી તેમની શાકભાજીની દુકાન વધાવીને તેમની રીક્ષા લઇને ઘરે જતા હતા.ત્યારે આરોપીના ઘર પાસે પહોચતા ત્યા આરોપિના ઘરની પાસે રસ્તામા આડા વાહનો પડેલ હોય જે વાહનો હટાવવા ફરીયાદીએ આરોપીને કહેતા વાહનો હટશે નહી તેવૂ કહી ફરીયાદીને મન ફાવે તેમ ગાળો આપતા ફરીયાદીએ ગાળૉ આપવાની ના પાડ્તા આરોપીઓએ ઉશ્કેરાઇ જઇ ધારિયા વડે ફરીયાદોના માથાના ભાગે મારેલ અન પાઇપ વડે ફરીયાદીના શરીરે આડેધડ ઘા મારી તેમજ ફરિયાદીને શરીરે ઢકાપાટુનો મુંઢમાર માર્યો હતો.