જૂનાગઢમા જાહેરમાં પાના ટીચતા ચાર ઝડપાયા

સિટી બી ડિવિઝન પોલીસની કાર્યવાહી

જૂનાગઢ : જુનાગઢ શહેરના એમજી રોડ ઉપર જેનેલી સોપીંગ સેન્ટરની સામે જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને રોકડા રૂ.૧૦૨૩૦ સાથે પકડી પાડી સિટી બી ડિવિઝન પોલીસે જુગાર અંગેનો ગણનાપાત્ર કેશ શોધી કાઢયો હતો.

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક રવિતેજા વાશમશેટ્ટી દ્વારા દારૂ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા સુચના આપતા નાયબ પોલીસ અધિક્ષક પી.જી.જાડેજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ સિટી બી ડીવીઝન પીઆઇ આર.એસ.પટેલની સુચના મુજબ ગુન્હા શોધક યુનીટ સ્ટાફ પેટ્રોલીંગમા હતો ત્યારે પો.કોન્સ. પરેશભાઇ હુણ તથા મુકેશભાઇ મકવાણાને મળેલી બાતમીના આધારે જુનાગઢ એમ.જી.રોડ જેનેલી સોપીંગ સેન્ટરની સામે વાળી શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઇસમોને રોકડા રૂ.-૧૦૨૩૦ તથા મોબાઇલ સહિત કુલ રૂ-૧૬૨૩૦ના મુદ્દામાલ સાથે પકડી જુગાર ધારા કલમનો ગણનાપાત્ર કેશ શોધી કાઢયો હતો.

 

દરોડા દરમિયાન ઇરફાન ઇકબાલભાઇ કુરેશી, રહે.- દાતાર રોડ કમાલશા બાપુની દર્ગાહ પાસે જુનાગઢ, રામસીંહ દયાળસિંહ બેન્સ, રહે.-દુબડી પ્લોટ પાંજરાપોળ રોડ દયા નિવાસ જુનાગઢ, મુનિરખાન બસિરખાન બ્લોચ, રહે.- ગામ ડુંગરપુર રોયલ્ટી પાસે તા.જી-જુનાગઢ તથા દિપકભાઇ નારણભાઇ વધવા, રહે.-બસ સ્ટેશન પાસે જુનાગઢ નામના શખ્સો ઝડપાઇ જતા ચારેય ઈસમો વિરુદ્ધ બી ડિવિઝન પોલીસે જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સફળ કામગીરી પીઆઇ આર.એસ.પટેલની સુચના મુજબ એ.એસ.આઇ. રસીલાબેન બાબરીયા, ગુન્હા શોધક યુનિટના પો.કોન્સ. પરેશભાઇ હુણ, મુકેશભાઇ મકવાણા, વનરાજસિંહ ચુડાસમા તથા હારુનભાઇ ખાનાણી સહિતના સ્ટાફે કરી હતી.