અનુબંધમ્ જોબ પોર્ટલ પરથી ઉમેદવારોને રોજગારીની તકો મળી શકશે

જૂનાગઢ : શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા તાજેતરમાં અનુબંધમ્ જોબ પોર્ટલ લોન્ચ કરેલ છે. આ પોર્ટલના માધ્યમથી રોજગાર ઇચ્છુક ઉમેદવારો તથા નોકરીદાતાઓને જોડાવા માટે ઓનલાઇન પ્લેટફોર્મ મળશે. https://anubandham.gujarat.gov.in/account/singup ઉપર રજીસ્ટ્રેશન કરાવી શકાશે.

ઉપરોક્ત પોર્ટલ દ્વારા ઉમેદવારોને રોજગારીની તકો મળી શકશે તથા નોકરીદાતાઓને કુશળ માનવબળ મેળવવામાં મદદ મળી શકશે. આથી ઉપરોક્ત પોર્ટલ પર રોજગાર ઇચ્છુક ઉમેદવારો, નોકરીદાતાઓને રજીસ્ટ્રેશન કરવા જણાવવામાં આવે છે. અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/singupપર રજીસ્ટ્રેશન કરાવી શકાશે. વધુ માહિતી માટે રોજગાર સેતુ કોલ સેન્ટર નં.૬૩૫૭૩૯૦૩૯૦ ઉપર સંપર્ક સાધવા જૂનાગઢ રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયુ છે.