જૂનાગઢમાં મોપેડ ઉપર વિદેશી દારૂની ડિલેવરી કરવા નીકળેલો એક ઝબ્બે

જૂનાગઢ : જૂનાગઢ સી ડીવીજન પોલીસે ગઈકાલે બાતમીના આધારે જૂનાગઢના મધુરમ બાયપાસ સાંઇ બાબા મંદીર પાસે શિવ બેકરી પાસે જાહેરમાં મોપેડ એક્ટીવા ઉપર વિદેશી દારૂની ડિલેવરી કરવા નીકળેલા આરોપી હરેશ ઉર્ફે હરીયો હરભમભાઇ ઓડેદરા (રહે. મધુરમ બાયપાસ વિધ્યા નગર સોસાયટી જુનાગઢ) ને ડીકીમાથી વિદેશી મેકડોવેલ્સ નં-૧ સુપેરીયર વ્હીસ્કી ઓરિજ્નલ ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી લખેલ ૭૫૦ એમ.એલ ની કંપની શીલ બોટલ નંગ-૦૫ કિ.રૂ.૪૦૦ લેખે કુલ બોટલો નંગ-૦૫ ની કિં.રૂ-૨૦૦૦-નો મુદામાલ સાથે ઝડપી લીધો હતો. જ્યારે હાજર નહી મળી આવેલ કરણભાઇ અરભમભાઇ ઓડેદરા, રામદે ઓડેદરા મેરને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.