બાંટવાના લીંબુડા ગામે વરલી મટકાનો જુગાર રમતા બે ઝડપાયા

જૂનાગઢ : બાંટવા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે બાંટવાના લીંબુડા ગામે રેઇડ કરી બસસ્ટેન્ડ પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી વરલી મટકાનો આંક ફરકનો પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપીઓ ઘનસુખભાઇ ઉર્ફે.પોપટભાઇ પ્રેમજીભાઇ કાથરોટીયા (ઉ.વ.૫૮), ભાવેશ હરીભાઇ વઘેડીયા (ઉ.વ.૨૫ રહે. બંને લીંબુડા પ્લોટ વિસ્તાર તા.માણાવદર)ને ચીઠી તથા બોલપેન તથા વરલી મટકાના સાહિત્ય સહિત મળી કુલ કિ.રૂ.૨૫૪૦૦ના મુદામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.