ખેત પેદાશોના બીલો બનાવી એન્ટ્રી ફેર કરવા માટે રૂ. ૩૦ લાખની ગાપચી મારી

ભેસાણ બસ સ્ટેશન પાછળ આવેલી ખાનગી પેઢીમાં મિત્ર દગાબાજ નીકળતા છેતરપિંડીની ફરિયાદ

જૂનાગઢ : ભેસાણ બસ સ્ટેશન પાછળ આવેલી ખાનગી પેઢીના સંચાલકનો મિત્ર દગાબાજ નીકળતા છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. જેમાં આ પેઢીમાં ખેત પેદાશોના બીલો બનાવી એન્ટ્રી ફેર કરવા માટે રૂ. ૩૦ લાખની ગાપચી મારી ફરી પૈસા જમા ન કરાવીને ઓળવી જવાની કોશિશ કર્યાનો બનાવ સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ભેસાણ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી લલીતભાઇ ભનુભાઇ લીંબાસીયા (ઉ.વ.૪૪ રહે. ગોંડલ જેતપુર રોડ નંદનવન સોસાયટી તા.ગોંડલ જી.રાજકોટ) એ આરોપી રવિરાજ ઉર્ફે લાલો જીલુભાઈ વાળા (રહે.મોટા કોટડા તા.વિસાવદર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી તથા ફરીયાદી મીત્ર થતા હોય અને આરોપીએ ફરીયાદીને વિશ્વાસમા લઈ તેની પાસેથી ભેસાણ બસ સ્ટેશન પાછળ આવેલ જે.ડી. એન્ટરપ્રાઈઝ નામની પેઢીના ખેત પેદાશો (પાક) ના બીલો બનાવી અને એન્ટ્રી ફેર કરવા માટે રૂપીયા ૩૦,૦૦,૦૦૦ લઈ ગયેલ હોય જે પૈસા જે.ડી. એન્ટરપ્રાઈઝ નામની પેઢીમાથી ગ્રોહીતમ એન્ટરપ્રાઈઝ નામની પેઢીમા જમા કરાવવાનો વિશ્વાસ અને બાંહેધરી આપી પૈસા જમા નહી કરાવી વિશ્વાસઘાત કરી ફરી.પાસેથી રૂ. ૩૦,૦૦,૦૦૦ પડાવી લઈ છેતરપીંડી કરી હતી.