જૂનાગઢમાં જૂની અદાવતે વૃદ્ધ ઉપર હીંચકારો હુમલો

જૂનાગઢ : જૂનાગઢમાં જૂની અદાવતે વૃદ્ધ ઉપર હીંચકારો હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ફરિયાદી ઝેબુનનિશા ઝહાંગીર ભાઈ શેખ (ઉ.વ.૬૦ રહે માત્રીશેખ કુંભારવાડા બાબુભાઈ બરફના કારખાના પાસે જુનાગઢ)એ હસન ઉર્ફે ટકો, બોદુ તથા બે અજાણ્યા મહિલાઓ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે કુંભારવાળા અકબરી એપાર્ટમેન્ટ જુનાગઢ ખાતે ફરીયાદીને આરોપીઓએ એકસંપ કરી ઢિકાપાટુનો મુંઢમાર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.