પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ-ડીઝલ પુરાવવા બાબતે ઝગડો થતા યુવકને લમધાર્યો

વીસાવદરના બરડીયાથી રતાંગ જતા રસ્તે આવેલ પેટ્રોલપંપ પર થયેલી મારામારી મામલે ચાર સામે ફરિયાદ

જૂનાગઢ : વીસાવદરના બરડીયાથી રતાંગ જતા રસ્તે આવેલ પેટ્રોલપંપ પર પેટ્રોલ-ડીઝલ પુરાવવા બાબતે ઝગડો થતા યુવકને લમધાર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં યુવકને ચાર આરોપીઓએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વીસાવદર પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી દીનેશભાઇ ભીખુભાઇ લાખાણી (ઉ.વ.૪૧ રહે.સરસઇ ગામ લાખાણી પ્લોટ તા.વીસાવદર જી.જુનાગઢ) એ આરોપીઓ પ્રકાશ, મંગળુભાઇ, શીવો, એક અજાણ્યો ઇસમ (રહે.બધા શોભાવડલા-ગીર) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે બરડીયાથી રતાંગ જતા રસ્તે ઓમકાર પેટ્રોલપંપ સરસઇ વિસાવદર ખાતે આરોપીઓએ ફરીયાદીને પેટ્રોલ-ડીઝલ પુરાવવા બાબતે બોલાચાલી ઝગડો કરી ફરિયાદીને ગાળો આપી ઢીકાપટુનો મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.