જૂનાગઢના 11 વર્ષના મંત્ર ભટ્ટે સર્જયો અનોખો વર્લ્ડ રેકોર્ડ

જૂનાગઢ : ગોડ ગિફ્ટ હોય તો નાની ઉંમરે પણ મોટી સિદ્ધિ હાંસલ કરી શકાય તે બાબતને જુનાગઢ નાં 11વર્ષનાં બાળક મંત્ર ભટ્ટએ સિદ્ધ કરી બતાવી છે. તેણે માત્ર 11 વર્ષની ઉંમરે એવી નિપુણતા મેળવી છે કે ભલભલાના મોઢા આશ્ર્ચર્યથી મોઢા પહોળા થઈ ગયા છે. જેમાં જૂનાગઢના 11 વર્ષના મંત્ર ભટ્ટ નામનાં બાળકે સતત એક વર્ષથી વધારે સમય સુધી દર રવિવારે આર.કે. રેડિયો નામનાં સંગીત કાર્યક્રમમાં હિન્દી એંકરીંગ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે જે બદલ તેને અમદાવાદ ખાતે વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો અને આ બાળકે સર્ટિફિકેટ અને મેડલ પ્રાપ્ત કરી શહેર અને દેશનું નામ રોશન કર્યું છે