કેશોદ નજીક બે બોલેરો પીકઅપ વાહન વચ્ચેના અકસ્માતમાં બે મહિલાઓ ઘાયલ

લગ્ન પ્રસંગમાં જતી વખતે અકસ્માત નડ્યો, એક બોલેરો પીકઅ વાહનના ચાલક સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : કેશોદના ચાંદીગઢના પાટીયા પાસે, જગદિશ મીલની સામે રોડ ઉપર બે બોલેરો પીકઅપ વાહન વચ્ચેના અકસ્માતમાં બે મહિલાઓ ઘાયલ થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં લગ્ન પ્રસંગમાં જતી વખતે અકસ્માત નડ્યો હતો.હાલ પોલીસે એક બોલેરો પીકઅ વાહનના ચાલક સામે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી અજીમભાઈ દિલશાદભાઈ બાબુજી (ઉ.વ.૩૦ રહે. માંગરોળ, મકતુપુર ઝાપા, બાબુજીનો ડેલો, તા.માંગરોળ) એ આરોપી સફેદ કલરની બોલેરો પીકઅ વાહનના અજાણ્યો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૫ના રોજ ફરીયાદીના સગા લાઈબાબેન કેદારભાઈ તથા ફરજાનાબેન આબિદભાઈ તથા બીજા મહિલાઓ પાડોદર ગામે લગ્ન પ્રસંગમાં બોલેરો પીકઅપ વાહન નં. GJ11VV-1371ના ઠાઠામાં બેસીને જતા હતા ત્યારે સામેથી એક સફેદ કલરની પીકઅ બોલેરો વાહનના અજાણ્યા ચાલકે બોલેરોને ફુલ સ્પીડમાં ચલાવી બોલેરોના લોખંડનો ઇગંલ બોલેરો પીકઅપ વાહન નં. GJ11VV-1371ના ઠાઠામાં ભટકાવી ઠાઠામાં બેઠેલ સાહેદ લાઈબાબેન કેદારભાઈ તથા ફરજાનાબેન આબિદભાઈના જમણા હાથમાં ઇજાઓ કરી ફેકચર કરી નાશી છૂટ્યો હતો.