માળીયા હાટીના નજીક ટ્રક ચાલકે એસટી બસને હદેફેટે ચડાવી

જૂનાગઢ : માળીયા હાટીનાના રેલ્વે ફાટક પેલા વણાંકમાં ગઈકાલે થયેલા અકસ્માત મામલે ફરિયાદી વીરમલભાઇ દેવદાનભાઇ સીસોદીયા (ઉ.વ.૪૮ રહે.ઇટાળી ગામ તા.માળીયા હાટીના જી.જુનાગઢ) એ આરોપી ટ્રક નં. GJ-11-W-3484નો ચાલક દેવશીભાઇ નારણભાઇ ભુવા (રહે.માધુપુર તા.જી.પોરબંદર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ પોતાના હવાલાવાળો ટ્રક પુરઝડપે બેફીકરાઇથી ચલાવી એસ.ટી બસ સાથે અકસ્માત કરી બસમાં નુકશાની કરી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.